આજે ગુરુવારે વહેલી સવારે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમદાવાદ સહિત રાજ્યના ગરમીમાં આંશિક ઘટાડો થયો છે.
ગુજરાતમાં ઉનાળો એકદમ અંત તરફ આવી ગયો છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં ચોમાસું પણ બેસી ગયું છે. મુંબઈમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે. સાથે સાથે રાજ્યમાં પણ વરસાદ પડવાનું શરું થયું છે. આજે ગુરુવારે વહેલી સવારે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમદાવાદ સહિત રાજ્યના ગરમીમાં આંશિક ઘટાડો થયો છે.
અમદાવાદમાં વહેલી સવારે વરસાદ
અમદાવાદમાં આજે ગુરુવારે વહેલી સવારે વરસાદ પડ્યો હતો. શહેરના મોટા ભાગમાં સારો વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પૂર્વ અને પશ્વિમ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પશ્વિમ વિસ્તારોની વાત કરીએ તો એસજી હાઈવે, વસ્ત્રાપુર, ગોતા, સોલા, ઘાટલોડિયા, બોપલ, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે ૨૯ મે ૨૦૨૫, ગુરુવારના દિવસે દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે.