Coronavirus: સતત છઠ્ઠા દિવસે ભારત વિશ્વમાં નંબર વન, જાણો કેટલા લાખ કેસ નોંધાયા

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસે (Coronavirus) ફરી ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. કોરોના રસીકરણ (Corona Vaccine) ઝડપથી થઈ રહ્યું હોવા છતાં જે રીતે કેસ વધી રહ્યા છે તે ચિંતાની વાત છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,68,912 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 904 લોકોના મોત થયા છે. જોકે 75,086 લોકો ઠીક પણ થયા છે.

કુલ કેસ-  એક કરોડ 35 લાખ 27 હજાર 717

કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 21 લાખ 56 હજાર 529

કુલ એક્ટિવ કેસ – 12 લાખ 01 હજાર 009

કુલ મોત – એક લાખ 70 હજાર 179

10 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 10 કરોડ 45 લાખ 28 હજાર 565 ડોઝ આપવામાં આવ્યા છે.

 

દેશમાં છેલ્લા છ દિવસમાં નોંધાયેલા કેસ

11 એપ્રિલઃ 1,52, 879

10 એપ્રિલઃ 1,45,384

9 એપ્રિલઃ 1,31,968

8 એપ્રિલઃ 1,26,789

7 એપ્રિલઃ 1,15,736

6 માર્ચઃ 96,982

5 એપ્રિલઃ 1,03,558

કોરોના વાયરસને કાબૂ લેવા માટે રાજ્ય સરકારોએ નિયંત્રણો વધારવાનું શરૂ કરી દીધું છે. કેટલીક જગ્યાએ નાઈટ કર્ફ્યુ તો કેટલાક શહેરમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી, યૂપી, મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. રાયપુરમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ઉપરાંત અનેક જગ્યાએ સ્કૂલ બંધ કરવામાં આવી છે અને અનેક જગ્યાએ માસ્ક ન પહેરવા પર દંડની જોગવાઈ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *