મોટાભાગના લોકો બજારમાંથી ફળો લાવે છે અને તેને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે ફ્રિજમાં રાખે છે. પરંતુ આમ કરવાથી ફળના પૌષ્ટિક તત્વો ખતમ થઈ શકે છે.
ફળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ ખોટી રીતે ખાવામાં આવેલા કે સ્ટોર કરેલા ફળ તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આજકાલ મોટાભાગના લોકો બજારમાંથી ફળો લાવે છે અને તેને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે ફ્રિજમાં રાખે છે. પરંતુ આમ કરવાથી ફળના પૌષ્ટિક તત્વો ખતમ થઈ શકે છે. એટલું જ નહીં, પરંતુ તેમની ગુણવત્તા પર નકારાત્મક અસર પડી શકે છે.
આ સિવાય સ્વાદ પણ બેસ્વાદ થઇ શકે છે. જો તમે બીમાર થવાથી બચવા માંગો છો, તો તમારે કેટલાક ફળોને ફ્રિજમાં રાખવાના બદલે ઓરડાના તાપમાને સ્ટોર કરવા જોઈએ.
દાડમ
દાડમ ફ્રિજમાં ન રાખવા જોઈએ. કારણ કે તેને ઠંડા તાપમાનમાં રાખવાથી દાડમના પોષક તત્વો નાશ પામવા લાગે છે. ભેજને કારણે તેની છાલ સડી શકે છે. દાડમના દાણાને જ્યારે લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવામાં આવે છે ત્યારે તે કઠણ થઈ જાય છે. તેને ખાવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે.