કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૨૪ રૂપિયાનો ઘટાડો, ગ્રાહકોને થશે મોટો ફાયદો
એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આ ઘટાડો કર્યો છે. મળતી માહિતી મુજબ, ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સિલિન્ડરના ભાવમાં ૨૪ રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડો આજથી (૧ જૂન)થી અમલમાં આવશે. આ પછી અમદાવાદમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો છૂટક ભાવ હવે ૧૭૪૧.૫૦ રૂપિયા થશે.