ભારતનું સ્વપ્ન તૂટ્યું
થાઈલેન્ડની સ્પર્ધક ઓપલ સુચાતા ચુઆંગશ્રીને ૭૨ મી મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો છે. હૈદરાબાદમાં યોજાયેલી આ સ્પર્ધામાં, ભારતની સ્પર્ધક નંદિની ટોપ-૮ માં પણ સ્થાન મેળવી શકી ન હતી. ઈથોપિયાની હેસેટ ડેરેજે બીજા સ્થાને રહી હતી. માર્ટિનિકનો ઓરેઇલ જે ત્રીજા સ્થાને રહ્યો. જ્યારે પોલેન્ડની માજા ક્લાજડા ચોથા સ્થાને રહી.
૭૨ મા મિસ વર્લ્ડ ફેસ્ટિવલ ૨૦૨૫ નો ગ્રાન્ડ ફિનાલે આજે હૈદરાબાદમાં શરૂ થયો. અહીં થાઇલેન્ડે ૭૨ મો મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો. થાઈલેન્ડની સ્પર્ધક ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ ટાઈટલ જીત્યું. ભારતની સ્પર્ધક નંદિની ગુપ્તા એશિયા કોન્ટિનેંટલ ટોપ-૨ માંથી બહાર થઈ ગઈ. ભારતનું સાતમી વખત આ ખિતાબ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે.
આ કાર્યક્રમ તેલંગાણાના હૈદરાબાદમાં હાઇટેક્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાઈ રહ્યો છે. મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેવા માટે ૧૦૮ દેશોની સુંદરીઓ આવી હતી, જેમાંથી ભારતની નંદિની ગુપ્તા સહિત ૪૦ સહભાગીઓએ પોતાની પ્રતિભા બતાવી દીધી છે અને તેમને ગ્રાન્ડ ફિનાલે માટે પસંદ કરવામાં આવ્યા છે. જોકે, ભારતની નંદિની પહેલાથી જ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી. હવે થાઇલેન્ડના સ્પર્ધકે આ ટાઇટલ જીત્યું છે. મિસ વર્લ્ડના ચેરપર્સન જુલિયા મોર્લીએ પ્રતિષ્ઠિત જ્યુરીનું નેતૃત્વ કર્યું. જ્યારે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ, પ્રખ્યાત ઉદ્યોગસાહસિક સુધા રેડ્ડી અને મિસ ઇંગ્લેન્ડ ૨૦૧૪ કરીના ટાયરેલ જ્યુરી સભ્યો તરીકે હાજર રહ્યા હતા. તેલંગાણાના મુખ્યમંત્રી કે રેવંત રેડ્ડીએ પણ સ્ટેજ પર પોતાની હાજરી દર્શાવી.

