ઈન્ડિગોની ફ્લાઇટ રાંચીમાં કરાવવી પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ

ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ બર્ડ હિટનો શિકાર બની છે. પટણાના રાંચી એરપોર્ટ પર એરલાઈન્સની એક ફ્લાઈટ સાથે ગીધ અથડાયું છે, જેના કારણે રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે, ફ્લાઈટમાં લગભગ ૧૭૫ પ્રવાસીઓ સવાર હતા. તમામ પ્રવાસીઓ અને ચાલક દળના સભ્યો સંપૂર્ણ સંરક્ષિત છે.

IndiGo Flight Suffers Bird Hit, Makes Emergency Landing at Ranchi Airport.

બિરસા મુંડા એરપોર્ટના નિદેશક આર.આર.મોર્યએ કહ્યું કે, ‘આ ઘટના આજે બપોરે સવા એક કલાકે બની છે. ફ્લાઈટ એરપોર્ટથી લગભગ ૪૦૦૦ ફૂની ઊંચાઈ પર હતી, ત્યારે એક ગીધ ટકરાયું હતું. ત્યારબાદ પાયલોટે સતર્કતાથી સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.

IndiGo flight hit by vulture, makes emergency landing in Ranchi | Bhaskar  English

ઈન્ડિગોની ફ્લાઈટ એરબસ ૩૨૦ પટણાથી રાંચી અને ત્યાથી કોલકાતા જવાની હતી. જોકે ફ્લાઈટ સાથે ગીધ ટકરાયા બાદ વિમાનને ઘણું નુકસાન થયું છે. વિમાનની તપાસ કરવા માટે એન્જિનિયરોની ટીમ બોલાવાઈ છે અને તેઓ નુકસાનનું આંકલન કરી રહ્યા છે.

IndiGo flight hit by bird near Ranchi, makes emergency landing; 175  passengers safe | Asianet Newsable

ઘટના બાદ એરપોર્ટ પર કેટલાક સમય માટે સતર્કતા વધારી દેવાઈ હતી. બીજીતરફ ઘટના અંગે ઈન્ડિગો તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. હાલ વિમાનને ગ્રાઉન્ડેડ કરી દેવાયું છે અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા છે. એવું કહેવાય છે કે, રાંચીથી લગભગ 22 કિલોમીટર પહેલા ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું હતું. આ ઘટનામાં ફ્લાઈટના આગળના ભાગને નુકસાન થયું છે. ફ્લાઈટને કેન્સલ કર્યા બાદ મુસાફરોને અન્ય ફ્લાઈટની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *