સરકારે ૨ વન અધિકારીને નોકરીમાંથી છુટા કર્યા છે. ગોધરા રેન્જના વન અધિકારી વિજય ચાવડા તેમજ ગોધરા રેન્જના આકાશ પડશાલાને પણ નોકરીમાંથી છુટા કરવામાં આવ્યા છે.
ગેરરીતિઓ અને અપ્રામાણિક કર્મચારીઓ-અધિકારીઓને લઈ સરકારે લાલ આંખ કરી છે. જેમાં અપ્રામાણિક અને ગેરરીતીઓના કિસ્સામા પ્રોબેશન પીરીયડમાં ઉપરી અધિકારીઓ દ્વારા કડક પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. ત્યારે વધુ બે અધિકારીને છૂટા કરવામાં આવ્યા છે.
સરકારે 2 વન અધિકારીને નોકરીમાંથી છુટા કર્યા છે. ગોધરા રેન્જના વન અધિકારી વિજય ચાવડા તેમજ ગોધરા રેન્જના આકાશ પડશાલાને પણ નોકરીમાંથી છુટા કરવામાં આવ્યા છે. બંને અધિકારી સામે ચાલી રહેલી તપાસ બાદ સરકારે નિર્ણય લીધો છે.
પ્રોબેશન પીરિયડમાં જ બન્ને અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે બાદ અનેક અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.