રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)એ આઈપીએલ ૨૦૨૫ માં ઇતિહાસ રચી દીધો છે. આરસીબીની ટીમ ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને ૬ રનથી હરાવી આઈપીએલ ૨૦૨૫ ની ચેમ્પિયન બની ગઇ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૮ મી સિઝનની ફાઈનલ મેચ આજે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને બેટિંગ આપી હતી. મેચમાં આરસીબીએ પહેલા બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૯૦ રન બનાવ્યા હતા. આ મેચમાં આરસીબીની શરૂઆત સારી નહોતી. જો કે, જ્યારે પંજાબ ૧૯૦ રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરી તો આરસીબીના બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને પંજાબને ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાન પર માત્ર ૧૮૪ રન જ બનાવી શકી હતી. આ શાનદાર જીત સાથે આરસીબી આઈપીએલ ના ૧૭ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બની ગઇ છે.
આઈપીએલની ફાઈનલમાં જીત થતાંની સાથે જ બેંગલુરૂ ટીમનો ખેલાડી વિરાટ કોહલી રડી પડ્યો હતો. આઈપીએલના ૧૭ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બેંગલુરૂ ચેમ્પિયન બન્યું છે. વિરાટ કોહલીએ જીત બાદ કહ્યું કે, ડિવિલિયર્સને રિટાયર થયાને ભલે ચાર વર્ષ થયા પણ મેં કહ્યું હતું કે, આ ટીમ હજુ પણ તારી એટલી જ છે જેટલી અમારી છે. આજે અમારી સાથે ટ્રોફી ઉંચકવામાં તે પણ પૂરેપૂરો હકદાર છે. મારું દિલ બેંગલુરૂની સાથે છે. મારી આત્મા બેંગલુરૂની સાથે છે અને આ તે ટીમ છે જેના માટે હું પોતાની છેલ્લી આઈપીએલ મેચ સુધી રમીશ. એક ખેલાડી તરીકે તમે મોટી જીતનું સપનું જુઓ છો અને તે સપનું પૂર્ણ ન થઈ શકે.
જો આરસીબીના જીતના હીરોની વાત કરવામાં આવે તો.પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી આરસીબીની ટીમમાંથી વિરાટ કોહલીએ પહેલા બેટીંગથી જાદુ બતાવ્યો હતો અને ટીમ માટે સૌથી વધુ ૩૫ બોલમાં ૪૩ રનની શાનદાર ઈનિગ્સ રમી હતી.ત્યાર બાદ કેપ્ટન રજત પાટીદાર અને જીતેશ શર્માએ મેચની બાજી પલટી નાખી હતી,
જો બોલીંગમાં આરસીબી ની ટીમની વાત કરવામાં આવે તો ક્રૃલાણ પંડ્યા ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ જીતના હિરો રહ્યા હતા,સાથે જ સોલ્ટે પ્રિયાંશ આર્યાનો શાનદાર કેચ પકડીને મેચ આરસીબી તરફ ખેચી લીધી હતી આ રીતે બેંગ્લોરની ટીમ આઈપીએલ ૨૦૨૫ની નવી ચેંમ્પિયન ટીમ બની હતી.
વિરાટ કોહલીએ પંજાબ સામે ચોગ્ગો ફટકારીને ઇતિહાસ રચ્યો. તેણે શિખર ધવનને પાછળ છોડી દીધો, જેમના નામે આઈપીએલ માં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ હતો. પરંતુ હવે વિરાટ કોહલીના નામે આઈપીએલ માં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. આ સમાચાર લખાય ત્યાં સુધી, વિરાટે ૭૬૯ ચોગ્ગા ફટકાર્યા છે, જ્યારે ધવનના નામે ૭૬૮ ચોગ્ગા છે. ડેવિડ વોર્નર ત્રીજા સ્થાને છે, જેમણે આઈપીએલ માં ૬૬૩ ચોગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્મા ૬૪૦ ચોગ્ગા સાથે ચોથા સ્થાને છે.
