રેસ્ક્યુ ફાઉન્ડેશન દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે રેસ્ક્યુ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ (૫ જૂન) નિમિત્તે એક સફળ ૪-દિવસીય વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય કાર્યક્રમો
આ ઉજવણીમાં વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો:
* સ્વચ્છતા અભિયાન : તળાવો અને નદીઓમાંથી પ્લાસ્ટિકનો કચરો દૂર કરવા માટે વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
* જનજાગૃતિ કાર્યક્રમો : લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા માટે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.
* કોટન બેગ વિતરણ : પ્લાસ્ટિક મુક્ત સમાજના નિર્માણના ભાગરૂપે કોટન બેગનું વિતરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
* અમદાવાદ મ્યુનિસિપલ શાકમાર્કેટ, નરોડા ખાતે ૧૫૦૦ કોટન બેગનું વિતરણ કરવામાં આવ્યું.
* હિરાવાડી, બાપુનગર, ગોતા, બોપલ, રાણીપ, મણિનગર, હંસપુરા, નિકોલ, અને નવા નરોડા સહિતના વિસ્તારોમાં ડોર-ટુ-ડોર અભિયાન હેઠળ કુલ ૨૭૫૦ કોટન બેગનું વિતરણ કરવામાં આવ્યું.
* વનવિભાગ દ્વારા આવેલા તમામ પર્યાવરણ મિત્રોને છોડ આપવામાં આવ્યા.
સહયોગ અને સફળતા
આ કાર્યક્રમને ગુજરાત રાજ્ય વન વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્થાનિક કોર્પોરેટરો, નિરમા યુનિવર્સિટી, પી.ડી.પી.યુ. યુનિવર્સિટી, ગાયત્રી પરિવાર નરોડા અને અન્ય સંસ્થાઓ તેમજ સ્થાનિક લોકોનો વ્યાપક સહયોગ મળ્યો હતો. આ સહયોગને કારણે આ ઉજવણી અત્યંત સફળ રહી હતી.
આ કાર્યક્રમ માટે આદિત્ય સિન્થેટિક કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ફંડ પૂરું પાડવામાં આવ્યું હતું, જે આ પહેલની સફળતામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.