અમેરિકામાં નેતા, પત્રકારો, સરકારી અધિકારીઓના સ્માર્ટફોન્સ હેક થયા

મેરિકામાં સાયબર સુરક્ષા તપાસકારોએ ખૂબ જ નાના સ્તર પર અસામાન્ય સોફ્ટવેર ક્રેશ એટલે કે સાયબર હુમલાની નોંધ કરી છે. નાના સ્તર પર નેતાઓ,પત્રકારો, ટેક્નોલોજી અને સરકારી અધિકારીઓના સ્માર્ટફોન્સ હેક થયા હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું છે. ગયા વર્ષના અંતથી શરૂ થયેલું હેકિંગ વર્ષ ૨૦૨૫ માં પણ ચાલુ રહ્યું છે, જ્યાં અત્યાધુનિક સાયબર હુમલામાં યુઝર તરફથી એક પણ ક્લિક થયા વિના જ હેકર્સ તેમના ટાર્ગેટ વ્યક્તિના ફોનમાં ઘૂસણખોરી કરે છે અને ફોનમાં સાયબર હુમલાના કોઈ સંકેત પણ છોડતા નથી.
Career as a Hacker - Clever Harvey

સાયબર સુરક્ષા કંપની આઈવેરીફાઈએ નોંધ્યું હતું કે, સાયબર હુમલાનો ભોગ બનેલા બધા જ લોકોમાં એક બાબત સમાન હતી. તેઓ ચીનની સરકારના હિતોના ક્ષેત્રોમાં કામ કરતા હતા અને ભૂતકાળમાં ચીનના હેકર્સે તેમને નિશાન બનાવ્યા હતા. વિદેશી હેકર્સે વધુ ને વધુ સ્માર્ટફોન્સ, અન્ય મોબાઈલ ડિવાઈસીસ અને એપ્સની ઓળખ કરી રહ્યા છે, જેનો તેઓ અમેરિકન સાયબર સંરક્ષણમાં નબળી લિંક તરીકે ઉપયોગ કરી શકે છે.

Hacker Gif - GIFcen

ચીનના સૈન્ય અને ઈન્ટેલિજન્સ સર્વિસીસ સાથે સંકળાયેલા જૂથોએ ટોચના પ્રભાવશાળી અમેરિકનોના સ્માર્ટફોન્સને નિશાન બનાવ્યા છે અને તેમના ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક્સમાં હેકર્સ ખૂબ જ ઊંડા ઉતરી ગયા હોવાનો રાષ્ટ્રીય સુરક્ષા અને ટેક એક્સપર્ટ્સ દાવો કરી રહ્યા છે.

Hacker Gif - GIFcen

નિષ્ણાતોનું કહેવું છે કે આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે મોબાઈલ ડિવાઈસીસ અને એપ્લિકેશન્સ કેટલા જોખમી છે અને સાયબર હુમલાના સમયમાં તે સંવેદનશીલ માહિતી દુશ્મન દેશને પહોંચાડી શકે છે અથવા અમેરિકન હિતોને ખુલ્લા કરી શકે છે. નેશનલ સિક્યોરિટી એજન્સી અને ગૂગલના ભૂતપૂર્વ સાયબર સિક્યોરિટી નિષ્ણાત અને હવે આઈવેરીફાઈમાં ચીફ ઓપરેશન્સ ઓફિસર રોકી કોલે જણાવ્યું કે, દુનિયામાં અત્યારે મોબાઈલ સુરક્ષા જોખમમાં છે.કોઈનું પણ ધ્યાન તેમના ફોન્સમાં નથી.

HBO hacked, Game of Thrones script stolen | Technology Magazine

અમેરિકન ઓથોરિટીએ ચીનના હેકર્સ દ્વારા અજાણ્યા અમેરિકનોના ટેક્સ્ટ અને ફોન વાતચીતની એક્સેસ મેળવવા માટે હેકિંગ અભિયાન ચલાવ્યું હોવાની ડિસેમ્બરમાં ચેતવણી આપી હતી. ઈલિનોઈસના પ્રતિનિધિ રાજા કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, ચીનના હેકર્સ રિયલ ટાઈમમાં ફોન કોલ્સ સાંભળવા અને ટેક્સ્ટ મેસેજીસ વાંચવા સક્ષમ હતા. રાજા કૃષ્ણમૂર્તિ ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી અંગેની સમિતિમાં સિનિયર ડેમોક્રેટ અને પ્રતિનિધિ સભાની ઈન્ટેલિજન્સ કમિટિના સભ્ય છે. 

Hacker I'm In Hacking Screen GIF | GIFDB.com

ચીનના હેકર્સે વર્ષ ૨૦૨૪ ના ચૂંટણી અભિયાન સમયે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપપ્રમુખપદના ઉમેદવાર જેડી વેન્સ દ્વારા ઉપયોગમાં લેવાયેલા ફોન્સના એક્સેસ મેળવવા પણ પ્રયત્નો કર્યા હતા. ચીનની સરકારે સાયબર જાસૂસીના અમેરિકાના આક્ષેપો નકારી કાઢ્યા હતા અને અમેરિકા પર તેના પોતાના સાયબર ઓપરેશન્સ ચલાવવાનો આરોપ મૂક્યો હતો. અમેરિકા રાષ્ટ્રીય સુરક્ષાનું બહાનું બનાવી ચીનની કંપનીઓ પર પ્રતિબંધો મૂકે છે અને ચીનની ટેક્નોલોજી કંપનીઓને વૈશ્વિક બજારથી દૂર રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *