પતિ રાજા રઘુવંશીનું હનીમૂન પર મર્ડર કરવાવાળી પત્ની સોનમ રઘુવંશીને લઈને ચોંકાવનારા ખુલાસાં થયાં છે.
પતિ રાજા રઘુવંશીની મેઘાલયમાં હનીમૂન પર મર્ડર કરી નાખનારી ઈન્દોરની સોનમ રઘુવંશીને લગ્ન પહેલાં પણ રાજા ગમતો નહોતો અને તેનાથી દૂર રહેતી હતી અને ત્યાં સુધી લગ્ન પછી પણ તે તેને સંબંધ બાંધતા દેતી નહોતી. લગ્ન પહેલા પ્રેમી રાજને કરેલી ચેટ, જે સામે આવી છે, તેમાં સોનમે એવું કહ્યું હતું કે રાજા તેની સાથે ઈન્ટીમેટ થાય તે તેને બિલકુલ પણ પસંદ નથી, તેથી તે તેને દૂર રાખતી હતી. ચેટ પરથી સ્પસ્ટ છે કે સોનમે મર્ડર પહેલાં રાજા રઘુવંશીને સેક્સ માટે પણ તડપાવ્યો હતો અને પછી તડપાવીને માર્યો.
લગ્નના ૩ દિવસ બાદ રાજાના મર્ડરનો પ્લાન ઘડ્યો
સોનમે રાજને ચેટમાં લગ્નના ત્રણ દિવસ પછી તેના પતિને મારી નાખવાની યોજના વિશે પણ જણાવ્યું હતું. આરોપીઓએ રાજાને મારવા માટે જાણી જોઈને દૂરનું સ્થાન પસંદ કર્યું.
કોણ છે ભાડૂતી હત્યારા
પ્રેમી રાજ કુશવાહા ઉપરાંત, રાજાની હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા અન્ય ત્રણ લોકોની ઓળખ આકાશ રાજપૂત, વિકાસ ઉર્ફે વિકી અને આનંદ તરીકે થઈ છે.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શું કહેવાયું
સોમવારે આવેલા ઓટોપ્સી રિપોર્ટમાં રાજાના શરીર પર અનેક તીક્ષ્ણ ઘા હોવાનું પુષ્ટિ મળી હતી, જેમાં બે મોટા ઘા હતા – એક તેના માથાના આગળના ભાગમાં અને બીજો પાછળના ભાગમાં.
પતિને મારવા 20 લાખ પણ આપવા તૈયાર
સોનમ અને ભાડૂતી માણસોએ ડૂંગરા પર રાજાની કેવી રીતે હત્યા કરી હતી તેને લઈને પણ ખુલાસા સામે આવ્યાં છે. કોન્ટ્રાક્ટ કિલર્સ મેઘાલયના શિલોંગમાં પર્વત પર ચઢીને કંટાળી ગયા હતા. તેમણે રાજાને મારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. પરંતુ સોનમે તેમને પૈસાની લાલચ આપી હતી. તેણીએ ગુનેગારોને વચન આપ્યું હતું કે જો તેઓ ગુનો કરશે, તો તે તેમને સંમત રકમ કરતાં ૪૦ ગણી રકમ આપશે એટલે કે સોનમ 20 લાખ પણ આપવા તૈયાર હતી પરંતુ પતિને મારવાનું નક્કી કરીને જ આવી હતી. સોનમે બૂમ પાડીને કહ્યું કે તેને મારી નાખો, 20 લાખ આપીશ. આ પછી, આરોપી વિશાલ ચૌહાણે રાજાના માથા પર કુહાડીથી હુમલો કર્યો. તેની સાથે રહેલા અન્ય આરોપી આકાશ રાજપૂતે દૂરથી બાઇક પર નજર રાખી.
રાજાના અંતિમ સંસ્કારમાં રાજ હાજર
હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલ રાજ કુશવાહા માત્ર રાજાના અંતિમ સંસ્કારમાં હાજર જ નહતો પરંતુ રાજાના સસરા દેવી સિંહને ખભા આપીને તેમને સાંત્વના આપતા પણ જોવા મળ્યા હતા. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં રાજ કુશવાહા ભાવનાત્મક મૂડમાં જોવા મળી રહ્યા છે, જાણે તેમના કોઈ નજીકના વ્યક્તિએ બધું ગુમાવી દીધું હોય.