સુપ્રીમ કોર્ટ: માત્ર સંપત્તિનું રજિસ્ટ્રેશન કરાવી લેવાથી માલિક ના બની શકો

સંપત્તિની નોંધણી અને માલિકી અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. અત્યાર સુધી એવી ધારણા હતી કે જો સંપત્તિની નોંધણી થઇ જાય તો તેનાથી પુરો માલિકી હક મળી જાય છે. જોકે સુપ્રીમ કોર્ટે એક મામલામાં સ્પષ્ટતા કરી છે કે સંપત્તિની નોંધણી કરાવી લેવા માત્રથી આપમેળે તેના માલિક નથી બની જવાતું. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અસર સંપત્તિના માલિકો, કાયદાના વ્યવસાય સાથે જોડાયેલા તેમજ રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં વ્યાપક પ્રમાણમાં થઇ શકે છે.

WB SSC Recruitment Scam; Supreme Court | Mamata Banerjee Govt |  ​​​​​​​सुप्रीम कोर्ट बोला-गड़बड़ी के बावजूद कैंडिडेट को बाहर नहीं किया:  बंगाल शिक्षक भर्ती घोटाले पर कहा ...

સુપ્રીમ કોર્ટે સંપત્તિના મામલામાં સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે સંપત્તિની નોંધણી માલિકીનો હક મેળવવાની પ્રક્રિયાનો એક હિસ્સો છે, પરંતુ માત્ર નોંધણી કરાવી લેવાથી માલિકી હક નથી મળી જતો. રજિસ્ટ્રેશનનો મતલબ કાયદેસર કબજો કે સંપત્તિ પર કન્ટ્રોલ નથી થતો. માલિકી સંપત્તિના ઉપયોગનો કાયદેસર અધિકાર આપે છે, જે બાદ સંપત્તિને ટ્રાન્સફર કરી શકાય કે વેચી શકાય છે. અગાઉ એવી ધારણા હતી કે માત્ર સંપત્તિની નોંધણીથી જ તેના પર માલિકીનો અધિકાર મળી જાય છે. પજેશન લેટર, ટેક્સની રસીદ સહિતના તમામ દસ્તાવેજો પણ જરૂરી છે તેવી સુપ્રીમે સ્પષ્ટતા કરી હતી.  

SC to go live with streaming its first proceedings- The Daily Episode  Network

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે માત્ર રજિસ્ટ્રેશન (નોંધણી)થી સંપત્તિની માલિકીનો અધિકાર નથી મળી જતો, માલિકી સાબિત કરવા અન્ય દસ્તાવેજોની પણ જરૂર રહે છે. સંપત્તિના માલિક બનવા માટે નોંધણી દસ્તાવેજો જરૂરી છે જ પરંતુ તેની સાથે સંપત્તિના હસ્તાંતરણ એટલે કે મિલકતનો કબજો મેળવવાનું પ્રમાણ, સંપત્તિના ટેક્સની ભરપાઇની રસીદ અને અન્ય વિભાગો પાસેથી એનઓસી મેળવવું પણ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે માત્ર રજિસ્ટ્રેશનથી સંપત્તિનો માલિકી હક નથી મળી જતો, ઓનરશિપ દ્વારા જ વ્યક્તિને સંપત્તિનો કબજો, તેનો ઉપયોગ કરવા કે ટ્રાન્સફર કરવાનો હક મળે છે. માલિકી માટે ટાઇટલ ડીડની પણ જરૂર પડે છે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં સંપત્તિના રજિસ્ટ્રેશન અને માલિકી વચ્ચેના અંતરની સ્પષ્ટતા કરી હતી.  માત્ર રજિસ્ટ્રેશનથી જ માલિકી હક મળી જતો હોવાનો ભ્રમ ધરાવતા લોકો માટે સુપ્રીમનો આ ચુકાદો મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *