મોહમ્મદ યુનુસે લંડનમાં કહ્યું હતું કે, ભારત આપણો પાડોશી છે. અમે તેમની સાથે કોઈ પણ પ્રકારની સમસ્યા રાખવા માંગતા નથી. યુનુસ આવી વાતો કહીને પોતાના માસ્ટર ચીનને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે ફરી એકવાર ભારત વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ભારત કહે છે કંઈક અને કરે છે કંઈક બીજું. યુનુસે બ્રિટનના થિંક ટેન્ક ચૅથમ હાઉસમાં વાતચીત દરમિયાન આ વાતો કહી હતી.
મોહમ્મદ યુનુસે દાવો કર્યો કે, ભારત આપણો પાડોશી છે. અમે તેમની સાથે કોઈ પણ પ્રકારની સમસ્યા રાખવા માંગતા નથી. જ્યારથી બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પડી અને યુનુસ નેતા બન્યા, ત્યારથી બાંગ્લાદેશ ચીનની નજીક સરકી રહ્યો છે. જેના કારણે ભારત સાથેના સંબંધો બગડ્યા છે.
બાંગ્લાદેશના કાર્યકારી નેતાએ કહ્યું, ‘હું ભારત સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ કરું છું, પરંતુ દર વખતે કોઈને કોઈ રીતે વસ્તુઓ ખોટી થઈ જાય છે કારણ કે ભારતીય મીડિયા ખોટા સમાચાર ચલાવે છે. આ જ વાત બાંગ્લાદેશને પરેશાન કરે છે. મને ખૂબ ગુસ્સો આવે છે.’