પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં હતા

અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું એક વિમાન ટેકઓફ કરતી વખતે જ ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ વિમાનમાં કુલ ૨૪૨ મુસાફરો સવાર હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે એરપોર્ટ અને સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ છે.

અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં હતા 1 - image

અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં હતા 2 - image

પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયાની આ ફ્લાઈટ બપોરે -૦૧:૩૮ વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કરી હતી. ટેકઓફના માત્ર બે જ મિનિટના ટૂંકા ગાળામાં, આંખના પલકારામાં, વિમાનનો પાછળનો ભાગ એક વૃક્ષ સાથે અથડાયો હતો. આ ટક્કર બાદ વિમાન પરનો નિયંત્રણ ગુમાવતા તે નજીકની એક બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થયું હતું.

അഹമ്മദാബാദ് വിമാനാപകടത്തിൽ മുൻ മുഖ്യമന്ത്രി വിജയ് രൂപാണിയും ഉണ്ടായിരുന്നതായി സംശയം | Air India plane crash near Ahmedabad airport, Former Gujarat CM Vijay Rupani is suspected to ...

હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. વિમાનમાં સવાર મુસાફરોની સ્થિતિ અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાના પગલે એરપોર્ટ પર ઉડાન વ્યવસ્થા પર અસર પડી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *