અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયા બાદ આજે થાઈલેન્ડમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં આજે શુક્રવારે ફુકેત એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ તાત્કાલિક ધોરણે લેન્ડ થઈ હતી.
ફુકેત એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, એર ઈન્ડિયાની ફુકેતથી દિલ્હી જઈ રહેલી એઆઈ ૩૭૯ ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. આ પ્લેનમાં ૧૫૬ મુસાફરો સવાર હતા. તમામને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા છે.
ફ્લાઈટ ટ્રેકર ફ્લાઈટટ્રેડર24 અનુસાર, આ ફ્લાઈટ ફુકેત એરપોર્ટથી દિલ્હી આવવા રવાના થઈ હતી. પરંતુ અચાનક અંદમાન દરિયાથી પરત ફરી થાઈ આઈલેન્ડ ફુકેત એરપોર્ટ પર પરત ફરી હતી.