આજે પીએમ મોદીએ સમ્રગ ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું, સાથે ઘાયલ થયેલા લોકોને પણ મળ્યા હતા.
અમદાવાદમાં થયેલી ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરમાં પહોંચ્યા હતા. તેઓ સીધા દુર્ઘટના સ્થળે જઈને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદી સાથે અન્ય મંત્રીમંડળના સભ્યો, અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે ઘટના સ્થળે તપાસ કરી અને બચાવ કામગીરી વિશે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી.
વડાપ્રધાન મોદીએ અકસ્માત સ્થળે પગપાળા ફરીને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે તમામ ખંડિત વિસ્તારો અને દુર્ઘટનાના કેન્દ્રબિંદુને નઝર કરીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે બચાવ અને રાહત કાર્ય ત્વરિત અને અસરકારક રીતે થઈ શકે તે માટે સૂચનાઓ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ તરફ રવાના થયા હતા. તેઓ જૂની બિલ્ડિંગના ત્રીજા માળ ઉપર પહોંચ્યા અને સાથે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા. પીએમ મોદીએ તેમનું સ્વાસ્થ્ય જાણવા માટે ડોક્ટરો સાથે ચર્ચા કરી અને દર્દીઓનું મનોબળ વધાર્યું. તેઓ હોસ્પિટલમાં લગભગ ૧૫ મિનિટ રોકાયા હતા અને ૧૦ મિનિટ ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરી.ત્યારબાદ પીએમ મોદીએ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને જમીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું
ગઇકાલે પ્લેન ક્રેશની ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ હવે આજે પીએમ મોદી તેમના પત્ની અંજલિ રૂપાણીએ મળ્યા હતા. PM મોદીની સાથે હર્ષ સંઘવી, સી.આર.પાટીલ અને રામમોહન નાયડુએ અંજલિ રૂપાણીને સાંત્વના આપી છે.
પીએમ મોદીએ કહ્યું કે, અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટનાથી આપણે બધા ખૂબ જ દુઃખી છીએ. આટલી અચાનક અને હૃદયદ્રાવક રીતે આટલા બધા લોકોના જીવ ગયા તે શબ્દોની બહાર છે. બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. અમે તેમનું દુઃખ સમજીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે પાછળ રહેલો ખાલીપો આવનારા વર્ષો સુધી અનુભવાશે. ઓમ શાંતિ.