વિજય રૂપાણીના નિધનને પગલે આજે રાજકોટમાં અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ રહેશે.આ સાથે શહેરની ૬૫૦ જેટલી ખાનગી અને મ્યુનિસિપલ સ્કૂલો પણ આજે રજા પાળશે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને લઇને સમગ્ર ગુજરાત સાથે રાજકોટ શોકમાં ગરકાવ છે.. તેમના નિધનને પગલે આજે રાજકોટમાં અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ રહેશે. રાજકોટ અને રાજકોટની જનતાના હીત માટે વિજય રૂપાણીએ જે કંઇ કર્યુ છે તેની યાદી ખુબજ લાંબી છે… તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજકોટની જનતાના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા.. હવે તેઓ આ દુનિયામાં નથી પરંતુ રાજકોટની જનતાા દિલમાં વિજય રૂપાણી હમેંશા રહેશે.
તેમના નિધનના શોકમાં આજે અડધો દિવસ રાજકોટ બંધ રાખવા ચેમ્બર્સ ઓફ કોમર્સે અપીલ કરી છે… આ સાથે શહેરની 650 જેટલી ખાનગી અને મ્યુનિસિપલ સ્કૂલો પણ આજે રજા પાળશે.
આજે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કાર માટે રાજ્ય સરકારનો ચોક્કસ પ્રોટોકોલ અનુસરવામાં આવે છે. પૂર્વ મુખ્યમંત્રીના પાર્થિવ દેહને રાષ્ટ્રધ્વજ (ત્રિરંગો)માં લપેટવામાં આવે છે, જે રાજ્ય સન્માનનું પ્રતીક છે. અંતિમ સંસ્કાર પહેલાં પોલીસ અથવા સૈન્ય દળો દ્વારા બંદૂકની સલામી આપવામાં આવે છે, જે નેતાના યોગદાનને સન્માન આપવાની પરંપરા છે.
અંતિમ સંસ્કારમાં મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, રાજકીય નેતાઓ અને અન્ય મહાનુભાવો હાજર રહે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહેવાની સંભાવના છે. સામાન્ય જનતાને શ્રદ્ધાંજલિ આપવાની તક આપવા માટે પાર્થિવ દેહને સાર્વજનિક સ્થળે રાખવામાં આવે છે, જેમ કે ભાજપના મુખ્ય કાર્યાલય (કમલમ) અથવા રાજ્ય સરકારની કોઈ મહત્વની ઇમારત. જિલ્લા વહીવટીતંત્ર અંતિમ સંસ્કારની તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરે છે, જેમાં ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા અને અન્ય જરૂરી વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે શોકના સમયગાળા દરમિયાન તમામ સરકારી કાર્યક્રમો મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. સચિવાલય અને અન્ય સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે.

ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિજયભાઇના પત્ની અંજલિબેન રૂપાણી અને પરિવારને મળ્યા હતી. દિવંગત વિજય રૂપાણીના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું હતું કે, ‘વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતું હતા, તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.’
અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. વિશ્વ સમાચાર મૃતકોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.

*સાથે જ, પોતાના પરિવારજનોને ગુમાવનાર પરિવારોને ભગવાન ‘ શક્તિ અને ધૈર્ય ‘ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના *