ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ

ઈઝરાયલે શુક્રવારે ઈરાન પર એક પછી એક તાબડતોબ હુમલાઓ શરૂ કર્યા. તેના જવાબમાં ઈરાને શનિવારે સવારે ઈઝરાયલ પર મિસાઇલ હુમલાઓ શરૂ કર્યા છે. જેમાં ઈઝરાયલના ઉત્તરીય ક્ષેત્રને નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલાથી ઉત્તરી ઈઝરાયલમાં સાઈરન વાગવા લાગ્યા છે અને લોકોને બંકરોમાં આશ્રય લેવાની અપીલ કરી છે.

VIDEO: ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધના ભયાનક દ્રશ્યો સામે આવ્યા, આખી રાત મચી તબાહી 1 - image

મિડિલ ઈસ્ટથી ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ઈઝરાયલના ઘણા મોટા શહેરોને નિશાન બનાવીને મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. ઈરાનના હુમલા બાદ ઈઝરાયલી સેનાએ કહ્યું, ‘છેલ્લા એક કલાકમાં, ઈરાને ઈઝરાયલ પર ડઝનબંધ મિસાઈલો છોડી છે, જેમાંથી કેટલીકને અટકાવવામાં આવી છે.’ ઈરાને ઈઝરાયલના તેલ અવીવ અને જેરુસલેમ પર હુમલો કર્યો છે. અગાઉ ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો અને ઘણાં ટોચના ઈરાની અધિકારીઓના મોત થયા હતા.

World News: Latest International Headlines, Video, and Breaking Stories  From Around The Globe | NBC News

ઈરાને તેલ અવીવમાં ઈઝરાયલી રક્ષા મુખ્યાલય પર હુમલો કર્યો હતો, જેને આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ પણ રોકવામાં નિષ્ફળ ગઈ છે. ૨૪ કલાકની અંદર ઈઝરાયલી હવાઈ હુમલા બાદ ઈરાને બદલો લીધો છે.

Iran strikes back after Israeli aggression reignites Middle East powder keg  - Newspaper - DAWN.COM

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન સામે ઓપરેશન રાઈઝિંગ શરૂ કર્યું છે. તેમણે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે, ‘આ તો માત્ર શરૂઆત છે. વધુ તબાહી હજુ થવાનો છે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. અમારો ઉદ્દેશ્ય ઈરાન દ્વારા ઈઝરાયલના અસ્તિત્વ માટે ઊભા થયેલા ખતરાને ખતમ કરવાનો છે.’

IRAN-ISRAEL WAR: A BRIEF

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, ‘ઈરાનનું બર્બર શાસન દાયકાઓથી ખુલ્લેઆમ ઈઝરાયલને ખતમ કરવાની ધમકી આપી રહ્યું છે. હાલ અમને ગુપ્ત માહિતી મળી છે કે ઈરાન પરમાણુ હથિયાર મેળવવાની નજીક છે. તેણે નવ પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતું યુરેનિયમ મેળવ્યું છે. આ ફક્ત ઈઝરાયલ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ગંભીર ખતરો છે. અમે ઈરાનને પરમાણુ હથિયાર વિકસાવવાની મંજૂરી આપી શકતા નથી કારણ કે તે અમારા દેશ અને બાળકોના ભવિષ્ય માટે ખતરો છે.’

Iran-Israel violence raises concern over 'escalation clause' on treaties |  Insurance Insider

અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. વિશ્વ સમાચાર મૃતકોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.

*સાથે જ,  પોતાના પરિવારજનોને ગુમાવનાર પરિવારોને ભગવાન ‘ શક્તિ અને ધૈર્ય ‘ પ્રદાન કરે તેવી  ઈશ્વરને પ્રાર્થના *🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *