આજે ભારત – ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝનો પ્રારંભ

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજથી પાંચ મેચની ટેસ્ટ સીરિઝનો પ્રારંભ થશે.

Winning Test series in England bigger than winning IPL- Gill: India captain  calls leading the team 'biggest honour a player can get' | Bhaskar English

ટીમ ઈન્ડિયા ૧૮ વર્ષથી ઈંગ્લેન્ડના ઘરમાં ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી ત્યારે નવોદિત કેપ્ટન શુભમન ગીલ પાસે ઈતિહાસ પલટવાની તક રહેશે સાથે સાથે તેના નેતૃત્વનું અગ્નિપરીક્ષા પણ થઈ જશે. હેડિંગ્લેના લીડસ ગ્રાઉન્ડ પર રમાનારી આ મેચ બપોરે ૦૩:૩૦ વાગ્યાથી શરૂ થઈ રાત્રે ૧૦:૩૦ વાગ્યા સુધી ચાલશે.

ભારતે ઈંગ્લેન્ડમાં છેલ્લે ૨૦૦૭ માં ટેસ્ટ સીરિઝ પોતાના નામે કરી હતી. આ શ્રેણી રાહુલ દ્રવિડના વડપણ હેઠળ જીતવામાં આવી હતી. બન્ને દેશ વચ્ચે અત્યાર સુધી કુલ ૧૩૬ મેચ રમાઈ છે જેમાંથી ૫૧ ઈંગ્લેન્ડ તો ૩૫ ભારતે જીત્યા છે. જ્યારે ૫૦ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. પ્રથમ ટેસ્ટ આજથી શરૂ થઈ ૨૪ જૂન સુધી ચાલશે. ત્યારબાદ બીજી ટેસ્ટ ૨ થી ૬ જૂલાઈ વચ્ચે એજબેસ્ટનમાં, ૧૦ થી ૧૪ જૂલાઈ વચ્ચે લોર્ડસમાં, ૨૩ થી ૨૭ જૂલાઈ વચ્ચે મેન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર અને પાંચમી ટેસ્ટ લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાશે જે ૩૧ જૂલાઈથી ૪ ઓગસ્ટ સુધી ચાલશે.

ટીમ ઈન્ડિયા

શુભમન ગીલ (કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન, સાઈ સુદર્શન, યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, ઋષભ પંત, કે.એલ.રાહુલ, ધ્રુવ જુરેલ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશદીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર

બેન સ્ટોક્સ (કેપ્ટન), જૈક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રુટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકિપર), ક્રિસ વોક્સ, બ્રાઈડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર

When and where to watch England vs India first Test at Headingley, Leeds?

મેચ પહેલાં જ કરુણ નાયર ઈજાગ્રસ્ત

Karun Nair Photos | Image Gallery and Match Pictures

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ મજબૂત બેટર અને આઠ વર્ષ પછી ટીમમાં સ્થાન મેળવનારો કરુણ નાયર ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. કરુણ નેટમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે સમયે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાનો બોલ તેની પાંસળી ઉપર વાગ્યો હતો. હાલ બોર્ડ દ્વારા કરુણની ઈજા કેટલી ગંભીર છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ જો તેની ઈજા ગંભીર હશે તો ટીમ માટે મોટો ઝટકો ગણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *