ઓફિસમાં ખુરશી પર બેસીને પણ કરી શકો છો યોગાસન

ઘણી વખત ઓફિસમાં કામ પર તણાવ રહે છે, જેને તમે ચેર યોગની મદદથી દૂર કરી શકો છો. ખુરશી પર બેસીને તમે ચેર યોગ કરી શકો છો. આવામાં ખુરશીના સાથથી યોગ બને છે. ઓફિસમાં પણ તમે તેને ખૂબ આરામથી કરી શકો છો.

1,300+ Office Chair Yoga Stock Photos, Pictures & Royalty-Free Images -  iStock

આજની ભાગદોડભર્યા જીવન અને બદલાતી લાઈફસ્ટાઈલના કારણે લોકો પોતાના માટે સમય કાઢી શકતા નથી. આજના સમયમાં લોકો ઓફિસમાં જ વધારે સમય પસાર કરે છે, જેના કારણે તેઓ યોગ કે અન્ય કોઈ કસરત કરી શકતા નથી. જોકે હવે તમે ઓફિસમાં જ યોગાભ્યાસ કરી શકો છો.

ઘણી વખત ઓફિસમાં કામ પર તણાવ રહે છે, જેને તમે ચેર યોગની મદદથી દૂર કરી શકો છો. ખુરશી પર બેસીને તમે ચેર યોગ કરી શકો છો. આવામાં ખુરશીના સાથથી યોગ બને છે. ઓફિસમાં પણ તમે તેને ખૂબ આરામથી કરી શકો છો.

નેક રોટેશન

Neck Rotation Exercise. Turning Head Left and Right Stock Vector -  Illustration of office, active: 157084077

લાંબા સમય સુધી કમ્પ્યુટર પર કામ કરવાથી ગરદનમાં અક્કડપણું, દુખાવો અને તણાવ થાય છે. આવી સ્થિતિમાં તમે નેક રોટેશનથી રાહત મેળવી શકો છો. ખુરશી પર બેસીને પણ તમે ઓફિસમાં આરામથી આ આસન કરી શકો છો. આમ કરવા માટે તમે પહેલા સીધી ખુરશી પર આરામથી બેસો. કરોડરજ્જુ સીધી રાખો અને ખભાને ઢીલા છોડી દો. હવે ધીમે ધીમે ગરદનને જમણી તરફ ફેરવો, જાણે કે પાછળ ફરીને જોવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. પછી ધીમે ધીમે ગરદનને ડાબી બાજુ ફેરવો. હવે ગરદનને ગોળ ગોળ ગોળ ફેરવો. આ રીતે તમને ઘણી રાહત મળશે.

આર્મ સ્ટ્રેચ

Exercises Office Chair Exercises Relaxation Stock Illustrations – 94  Exercises Office Chair Exercises Relaxation Stock Illustrations, Vectors &  Clipart - Dreamstime

ખુરશી પર બેસીને તમે તમારા હાથને પણ સ્ટ્રેચ કરી શકો છો. આ ખભા અને હાથની જડતાને દૂર કરે છે. ટટ્ટાર બેસો અને એક હાથ ઉપર ઉઠાવો અને બીજા હાથથી કોણી પકડીને હળવેથી ખેંચો. થોડી સેકંડ માટે હોલ્ડ કરો અને પછી બદલો. આ કસરત હાથની જડતાને દૂર કરે છે.

એંકલ સર્કલ્સ

Ankle Stretches: Strengthening, Flexibility, and More

એંકલ સર્કલ્સ માટે તમે સૌ પ્રથમ એક પગને સહેજ ઊંચો કરો અને ઘૂંટણને ગોળાકારમાં ફેરવો. બંને પગ માટે આ જ રીતે પુનરાવર્તન કરો. આનાથી પગના જડતા અને સોજામાં રાહત મળે છે. આમ કરવાથી થાક અને તણાવ દૂર થશે.

1,300+ Office Chair Yoga Stock Photos, Pictures & Royalty-Free Images -  iStock

ડિસ્ક્લેમરઃ  વિશ્વ સમાચાર આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *