શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક પ્રાથમિક /માધ્યમિક શાળામાં લકુલીશ યોગ યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ ની આજરોજ તારીખ ૨૧/૦૬/૨૦૨૫ શનિવારે ઉજવણી કરવામાં આવી હતી,
જેમાં લકુલીશ યોગ યુનિવર્સિટી અમદાવાદ ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી રાહીલભાઇ પટેલ, ઇન્ચાર્જ રજીસ્ટ્રાર શ્રી શિવમભાઈ ત્રિપાઠી, ડેપ્યુટી રજીસ્ટ્રાર શ્રી ડો શ્રદ્ધાબેન રઘુવંશી, યોગ કોચ ડો શ્રી હીનાબેન મોરે અને એમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલે સૌને ઉષ્મા સભર આવકાર આપી સ્મૃતિ ભેટ અર્પણ કર્યા હતા. ત્યારબાદ લકુલીશ યોગ યુનિવર્સિટીના યોગ કોચ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને યોગ કરાવવામાં આવ્યા હતા. યોગનું મહત્વ રજૂ કરતી એક સુંદર નૃત્ય નાટિકા શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી . માધ્યમિક વિભાગના આચાર્ય ડો.શ્રી ટીનાબેન જોશી અને પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી વેદાંગભાઈ રાજ્યગુરુએ વિદ્યાર્થીઓને યોગ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમના અંતમાં આભાર દર્શન શ્રી નવલસિંહ ડોડે કર્યું હતું .સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કૃપાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું,