કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ થયો છે. વર્ષ ૨૦૨૫ ને સંગઠન વર્ષ તરીકે કોંગ્રેસે નિર્ણય કર્યો છે. સંગઠનમાં પરિવર્તનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરી છે. ત્યારે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીએ આયોજનાત્મકપણે સંગઠનના સ્તરે મોટું પગલું ભર્યું છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં ૪૦ જિલ્લા – શહેરમાં નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સોનલ પટેલની નિમણુંક કરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં ‘લગ્ન અને રેસ’ના ઘોડા ની વાત કરી હતી, ત્યારબાદ શનિવારે (૨૧ જૂન) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મંજૂરી સાથે, સંગઠન સર્જન અભિયાન હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેર કોંગ્રેસ કમિટીઓ માટે નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક
૧. અમદાવાદ શહેર – સોનલ પટેલ
૨. અમદાવાદ જિલ્લો – રાજેશ ગોહિલ
૩. અમરેલી – પ્રતાપ દુધાત
૪. આણંદ – અલ્પેશ પઢીયાર
૫. અરવલ્લી – અરણું પટેલ
૬. બનાસકાંઠા – ગુલાબસિંહ રાજપુત
૭. ભરૂચ – રાજેન્દ્રસિંહ રાણા
૮. ભાવનગર જિલ્લો – પ્રવીણ રાઠોડ
૯. ભાવનગર શહેર – મનોહરસિંહ
૧૦. બોટાદ – હિંમત કટારીયા
૧૧. છોટાઉદેપુર – શશીકાંત રાઠવા
૧૨. દાહોદ – હર્ષદ નિનામાં
૧૩. ડાંગ – સ્નેહીલ ઠાકરે
૧૪. દેવભૂમિ દ્વારકા – પાલ આંબલિયા
૧૫. ગાંધીનગર જિલ્લો – અરવિંદસિંહ સોલંકી
૧૬. ગાંધીનગર શહેર – શક્તિ પટેલ
૧૭. ગીર સોમનાથ – પુંજા વંશ
૧૮. જામનગર શહેર – વીરેન્દ્રસિંહ જાડેજા
૧૯. જામનગર જિલ્લો – મનોજ કાથીરિયા
૨૦. જુનાગઢ શહેર – મનોજ જોશી
૨૧. ખેડા – કાળુસિંહ ડાભી
૨૨. કચ્છ – વી. કે. હુંબલ
૨૩. મહીસાગર – હર્ષદ પટેલ
૨૪. મહેસાણા – બળદેવજી ઠાકોર
૨૫. મોરબી – કિશોર ચીખલીયા
૨૬. નર્મદા – રણજિતસિંહ તડવી
૨૭. નવસારી – શૈલેશ પટેલ
૨૮. પંચમહાલ – ચેતનસિંહ પરમાર
૨૯. પાટણ – ઘેમર પટેલ
૩૦. પોરબંદર – રામ મારૂ
૩૧. રાજકોટ શહેર – ડૉ. રાજદીપસિંહ જાડેજા
૩૨. રાજકોટ જિલ્લો – હિતેશ વોરા
૩૩. સાબરકાંઠા – રામ સોલંકી
૩૪. સુરત જિલ્લો – આનંદ ચૌધરી
૩૫. સુરત શહેર – વિપુલ ઉધનાવાલા
૩૬. સુરેન્દ્રનગર – નૌશાદ સોલંકી
૩૭. તાપી – વૈભવ ગામીત
૩૮. વડોદરા જિલ્લો – જશપાલસિંહ પઢીયાર
૩૯. વડોદરા શહેર – ઋત્વિક જોશી
૪૦.વલસાડ – કિશન પટેલ
આ અભિયાન ૧૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ શરૂ થયું હતું, જેમાં ૪૩ એઆઈસીસી અવલોકક અને ૧૮૩ પીસીસી અવલોકકોએ ભાગ લીધો હતો. તેઓએ ગુજરાતના તમામ ૨૬ લોકસભા ક્ષેત્રો અને ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં પ્રવાસ કરીને કાર્યકરો સાથે મીટિંગો, જાહેર ચર્ચાઓ અને મેદાની સર્વેક્ષણો દ્વારા સંગઠનના માળખાનું મૂલ્યાંકન કર્યું હતું.
આ નવા પ્રમુખોની પસંદગી તેમના સ્થાનિક સ્તર પરના જોડાણ, સંગઠનાત્મક ક્ષમતા અને કોંગ્રેસના મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાને આધારે કરવામાં આવી જેમાં કોંગ્રેસમાં અમદાવાદ શહેર સહિત કેટલીક જગ્યાઓએ લોબિંગ થયાના આક્ષેપ થયા હતા અને મોટા નેતાઓના નજીકના લોકોના નામ યાદીઓમાં મૂકવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીએ બે દિવસના રોકાણ દરમિયાન ૫૦૦ થી વધુ નેતાઓ અને કાર્યકરોને મળ્યા હતા. ૮ માર્ચે, તેમણે અમદાવાદમાં એક કાર્યક્રમમાં ૨,૦૦૦ કોંગ્રેસ કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેમણે ભૂતકાળની નિષ્ફળતાઓનો સ્વીકાર કર્યો અને કહ્યું કે, ‘જો પક્ષ સુધરવા માંગતો હોય, તો તેણે મજબૂતીથી કાર્ય કરવું જોઈએ. જો ૧૦ થી ૧૫ નેતાઓને દૂર કરવાની જરૂર હોય, તો અમે તેમને દૂર કરીશું.’