હોર્મુઝ ખાડી બંધ કરવા ઇરાન સંસદની મંજૂરી મળતાં વૈશ્વિક સ્તરે ખળભળાટ

US nuclear targets in Iran.

ઇરાનના પરમાણુ મથકો પર અમેરિકાના બોમ્બમારા બાદ ઇરાનની સંસદે એક એવો નિર્ણય લીધો છે જેની વિશ્વભરમાં મોટી અસર થઇ શકે છે. ઇરાનની સંસદે વિશ્વભરને ઓઇલ અને અન્ય ઇંધણ પુરુ પાડવા માટે મહત્વપૂર્ણ એવા એક સ્થળ  હોર્મુઝ ખાડી એટલે કે જળડમરૂને બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. ઇરાનની સંસદ દ્વારા આ સ્થળને બંધ કરવાના નિર્ણયને મંજૂરી પણ આપી દીધી છે. ઇરાનના આ નિર્ણયથી વિશ્વભરમાં મોટાભાગના દેશોના ઇંધણ સપ્લાય પુરવઠા પર માઠી અસર થવાની ભીતિ છે. કેમ કે આ એક એવું સ્થળ છે જ્યાંથી વિશ્વભરમાં સપ્લાય થતા ઇંધણનો ૨૫ % હિસ્સો પસાર થાય છે. 

612 Iran Israel Conflict Stock Video Footage - 4K and HD Video Clips |  Shutterstock

ઇરાનની નજીક આવેલા આ સ્થળને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તરીકે ઓળખવામાં આવે છે, જે ફારસની ખાડી અને ઓમાનની ખાડી બન્નેને જોડતો એક સાંકડો હિસ્સો કે ખાડી છે. ઓઇલ સપ્લાય માટે આ સ્થળ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કેમ કે ઇરાક, કતર, ઇરાન, યુએઇ, કુવૈત, સાઉદી અરબ  જેવા દેશોની ઓઇલની નિકાસ આ સ્થળેથી જ કરવામાં આવે છે. બન્ને સમુદ્રી તટની વચ્ચે માત્ર 39 કિમીનું જ અંતર આવેલું છે જેને પગલે અહીંથી ઓઇલ પુરવઠો સપ્લાય કરવો વધુ સરળ માનવામાં આવે છે. વિશ્વનો ત્રીજા ભાગનો કુદરતી ગેસ અને ૨૫ વટા ક્રૂડ ઓઇલ આ સ્થળેથી પસાર થાય છે. આ સ્થળને ગેસ-ઓઇલ વેપાર માટેનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે.  

File:Persian Gulf z1507-1750.gif - Wikimedia Commons

અમેરિકા દ્વારા ઇરાન પર બોમ્બમારો કરવામાં આવતા અચાનક જ ઇરાને આ સ્થળને બંધ કરવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલો છે.

US joins Israel in Iran attacks; Fordow among three nuclear sites hit

ઇરાનની સંસદ મજલિસમાં આ સ્થળને બંધ કરવાની તરફેણમાં મતદાન કરવામાં આવ્યું હતું. આ જાણકારી ઇરાનના સરકારી મીડિયા પ્રેસટીવી દ્વારા આપવામાં આવી હતી. ઇરાનના સંસદસભ્ય ઇસ્માઇલ કોસવારીએ મીડિયાને આ સ્થળ બંધ કરવાના નિર્ણયની જાણકારી આપી હતી. જોકે અંતિમ નિર્ણય ઇરાનના સુપ્રીમ નેશનલ  સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે. 

Wikistrat: When a Chinese Aircraft Carrier Group Enters the Persian Gulf

ભારતમાં ક્રૂડ ઓઇલની કુલ માગમાંથી ૮૦ % હિસ્સો આયાત કરવામાં આવે છે. જેમાંથી ૪૦ % હિસ્સો મિડલ ઇસ્ટ દેશો જેમ કે ઇરાક, સાઉદી અરબ, યુએઇ, કુવૈત વગેરેમાંથી આવે છે. આ તમામ દેશો ઇરાન હાલ જે સ્થળને બંધ કરવા જઇ રહ્યું છે ત્યાંથી સપ્લાય થાય છે. જો ઇરાન આ રસ્તો બંધ કરી દે તો આ દેશોમાંથી ભારત આવતા ક્રૂડ ઓઇલ પુરવઠા પર અસર થઇ શકે છે. જોકે ભારત રશિયા પાસેથી પણ મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જળડમરુ પરથી ભારત આવતી કે ભારતથી જતી અનેક શિપ્સ પસાર થાય છે. તેથી સમુદ્રી વેપાર પર પણ આ નિર્ણયની અસર થઇ શકે છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *