સુરતમાં બે કલાકમાં ૬ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ચારેકોર જળબંબાકાર

ગુજરાતમાં હાલમાં ભારે વરસાદનો દોર શરુ થઈ ગયો છે ત્યારે સાબરકાંઠા બાદ આજે મેઘરાજાએ સુરતનો વારો પાડ્યો હોય તેમ જણાય છે. આજના આંકડા અનુસાર સુરતમાં સવારના બે કલાકમાં જ પોણા છ ઇંચ જેટલો વરસાદ પડી જતાં મિની પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. 

સુરતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, બે કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ચારેકોર જળબંબાકાર 1 - image

સુરતથી મળતાં અહેવાલો અનુસાર અડાજણ પાટિયાના વીડિયોના દૃશ્યો જણાવી રહ્યા છે કે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક લોકોના વાહનો ઘૂંટણ સમા પાણીમાં ભરાઈ જવાથી ટ્રાફિક પોલીસના કર્મીઓ દ્વારા પણ લોકોને મદદ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 

સુરતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, બે કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ચારેકોર જળબંબાકાર 2 - image

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં બપોરની પાળીમાં રજા જાહેર કરવામાં આવી છે. સવારની પાળીમાં વિદ્યાર્થીઓને સલામત ઘરે મૂકવા માટે સૂચના આપવામાં આવી છે

સુરતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, બે કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ચારેકોર જળબંબાકાર 3 - image

દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર ઇનિંગ યથાવત્ જોવા મળી રહી છે. ગઈકાલે રાત્રે પણ મૂશળધાર વરસાદ બાદ, આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસતાં શહેરભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. 

સુરતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, બે કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ચારેકોર જળબંબાકાર 4 - image

આ ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાના શરુ થતાં, જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. આજે વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે કલેક્ટરે સવારની પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું છે. સુરત શહેરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે. સવારે આઠથી દસ દરમિયાન માત્ર બે કલાકમાં પોણા છ ઇંચ વરસાદને લીધે શહેરમાં ચારેબાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન થંભી ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *