ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે સોમવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ૧૩૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરત સિટીમાં ૯.૫૩ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં ૪૨ તાલુકામાં ૧ થી ૯ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.
રાજ્યમાં આજે સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં ૧૩૫ તાલુકામાં હળવાથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી છે, ત્યારે સુરતના કામરેજમાં ૭.૩૬ ઇંચ, પલસાણામાં ૬.૩ ઇંચ, બારડોલીમાં ૪.૮ ઇંચ, તાપીના ડોલવણમાં ૪.૨૯ ઇંચ, સુરતના ઓલપાડમાં ૪.૨૧ ઇંચ, આણંદના બોરસદમાં ૩.૬૨ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ૯૩ થી વધુ તાલુકામાં ૧ ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે.