વજન ઘટાડવા માટે ખોરાક અને લાઇફસ્ટાઇલનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે જ તમારી દિનચર્યામાં કેટલીક આદતોને સામેલ કરવાથી મેદસ્વિતા ઓછી કરવામાં મદદ મળી શકે છે
આજકાલ ખરાબ ખાનપાન અને અનહેલ્થી લાઇફસ્ટાઇલના કારણે વજન વધવું ખૂબ જ સામાન્ય બની ગયું છે. વધતું વજન વ્યક્તિને આળસુ બનાવી દે છે અને વજન વધવાની સાથે સાથે અનેક બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. મેદસ્વીતા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને વધારે છે. જો સમયસર તે નિયંત્રિત ન થાય તો તે કિડની અને ફેફસાંને પણ નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં વજન ઘટાડવા માટે ખોરાક અને લાઇફસ્ટાઇલનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે જ તમારી દિનચર્યામાં કેટલીક આદતોને સામેલ કરવાથી મેદસ્વિતા ઓછી કરવામાં મદદ મળી શકે છે.
ફિટનેસ કોચ જોશિયાએ જણાવ્યું હતું કે આજના સમયમાં મોટાભાગના લોકો માટે મેદસ્વીપણું એક સમસ્યા છે. ચરબી વધવાથી માત્ર વ્યક્તિત્વ જ ખરાબ નથી થતું, પરંતુ તે ઘણા ગંભીર રોગોનું કારણ પણ બની શકે છે. શરીરની ચરબી ઘટાડવા માટે, રોજની દિનચર્યામાં સવારમાં કેટલીક આદતોનો સમાવેશ કરવો મદદરૂપ થઈ શકે છે.
દિવસની શરૂઆત ગરમ પાણી અને લીંબુથી કરો
ગરમ લીંબુનું શરબત પીવાથી પાચનક્રિયા સારી થાય છે, શરીર હાઇડ્રેટેડ રહે છે અને ઝેરી પદાર્થો એટલે કે ટોક્સિનને બહાર કાઢવામાં મદદ મળે છે. તે દિવસની શરૂઆતમાં ભૂખને હળવી કરી શકે છે અને મેટાબોલિઝને બૂસ્ટ કરે છે.