ચોમાસામાં ભેજને કારણે મચ્છર થવાથી પાણીજન્ય રોગો, ત્વચાના રોગોમાં વધારો થાય છે, આ હેલ્થ ટિપ્સ અપનાવો સ્વસ્થ રહેશો !
ચોમાસું એટલે પ્રકૃતિની હરિયાળી અને તાજગીભર્યો માહોલ. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જોકે આ ખુશનુમા વાતાવરણ તેની સાથે કેટલીક બીમારીઓપણ લઈને આવે છે. ભેજવાળું વાતાવરણ અને પાણી ભરાવાને કારણે રોગચાળાનું જોખમ વધી જાય છે. પરંતુ જો કેટલીક સાવચેતી રાખવામાં આવે તો ઋતુનો પૂરો આનંદ માણી શકાય છે. આ હેલ્થ ટિપ્સ અસરકારક છે,
ચોમાસા ની હેલ્થ ટિપ્સ
પીવાના પાણી ચોખ્ખું વાપરો
- પાણીજન્ય રોગો : ચોમાસામાં પાણીજન્ય રોગો જેમ કે ટાઈફોઈડ, મેલેરિયા,કમળો, ઝાડા-ઉલટી થવાનું જોખમ વધી જાય છે.
- ઉકાળીને કે ફિલ્ટર કરેલું પાણી પીવો: હંમેશા ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવાનો આગ્રહ રાખો અથવા સારા ફિલ્ટરનો ઉપયોગ કરો.
- પાણીનો સંગ્રહ સ્વચ્છ જગ્યાએ કરો: પાણી સંગ્રહ કરવાના વાસણો નિયમિતપણે સાફ કરો.
આહારમાં સાવચેતી
- નબળું પાચનતંત્ર : ચોમાસામાં પાચનતંત્ર આ ઋતુમાં થોડું નબળું પડે છે, તેથી હળવો અને સુપાચ્ય ખોરાક લેવો હિતાવહ છે.
- ફ્રેશ અને ગરમ ખાઓ: બહારનો, ખુલ્લો કે વાસી ખોરાક ખાવાનું ટાળો. ઘરે બનાવેલો તાજો અને ગરમ ખોરાક જ લો.
- શાકભાજી અને ફળો ધોઈને ઉપયોગ કરો: શાકભાજી અને ફળોને સાફ પાણીથી બરાબર ધોઈને જ ઉપયોગ કરો, કારણ કે તેના પર બેક્ટેરિયા અને જંતુઓ હોઈ શકે છે.
- સલાડ ટાળો: કાચા સલાડ ખાવાનું ટાળો, કારણ કે તેમાં જીવાણુઓ હોઈ શકે છે.
- બહારનો ખોરાક ટાળો : પાણીપુરી, ભેળપુરી, વડાપાઉં જેવા ખુલ્લામાં વેચાતા ખાદ્યપદાર્થોથી દૂર રહો.
- પ્રવાહીનું સેવન વધારો:સૂપ, દાળ, છાશ અને ગરમ હર્બલ ચા જેવા પ્રવાહી પદાર્થોનું સેવન વધારો.જમતા પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી સાબુ અને પાણીથી હાથ અવશ્ય ધોવા.
મચ્છરજન્ય રોગોથી બચાવ
- મચ્છરજન્ય રોગો જેમ કે, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો ચોમાસામાં સામાન્ય છે.
- મચ્છરજન્ય રોગો બચવા રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો.
- મોસ્કિટો રિપેલન્ટ ક્રીમ અથવા સ્પ્રેનો ઉપયોગ કરો.
- ખાસ કરીને સવાર અને સાંજના સમયે પૂરા બાંયના કપડાં પહેરો.
- સાંજે બારી-દરવાજા બંધ રાખો અથવા જાળીનો ઉપયોગ કરો.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવાની ટિપ્સ
- આદુ, તુલસી, કાળા મરી અને મધવાળી હર્બલ ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
- વિટામિન સી યુક્ત ફળો જેવા કે નારંગી, મોસંબી, આમળાનું સેવન કરો.
- પૂરતી ઊંઘ લેવાથી શરીરને આરામ મળે છે અને રોગપ્રતિકારક શક્તિ સુધરે છે.
સ્કિન કેર ટિપ્સ
- ચોમાસામાં ચામડીના ચેપ (ફંગલ ઇન્ફેક્શન) સામાન્ય છે. સ્વચ્છ અને સૂકા કપડાં પહેરો. જો કોઈ ચેપ લાગે તો તરત જ ડોક્ટરની સલાહ લો.
- વરસાદી પાણીમાં ચાલવાથી પગમાં ચેપ લાગી શકે છે. ઘરે આવીને પગને સાફ પાણીથી ધોઈને સૂકવી દો. ખુલ્લા પગે ફરવાનું ટાળો.
- જો તમને તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલટી જેવા કોઈ પણ લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરની સલાહ લો. જાતે દવા કરવાનું ટાળો.