રાહુલ ગાંધી: દરેક જિલ્લામાં કોંગ્રેસનો મજબૂત પ્લાન તૈયાર

લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આદિવાસી સમાજના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ પર ચર્ચા કરી હતી. જેમાં તેમણે આદિવાસી નેતૃત્વને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે દરેક જિલ્લામાં આદિવાસીના કલ્યાણ માટે પ્રમુખની પસંદગી કરવાના પ્લાન વિશે જણાવતાં કહ્યું કે, તેઓ કોંગ્રેસ પાર્ટીને ચલાવશે. સાથે તે પાર્ટીને મજબૂત બનાવવા કામ કરશે.

He is fighting the Indian state!' BJP targets Rahul Gandhi, claims 'Congress'  ugly truth exposed'

કોંગ્રેસે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો રજૂ કર્યો હતો. જેમાં રાહુલ ગાંધી આદિવાસી સમાજના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરતાં જોવા મળ્યા છે. જેમાં તેમણે આદિવાસી સમાજના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, જળ, જંગલ અને જમીનની સાથે બંધારણીય અધિકારો માટે તેમનો સંઘર્ષ સતત ચાલુ છે. સામાજિક અન્યાય, ડિજિટાઈઝેશનના કારણે જમીન છીનવાઈ જવી જેવી સમસ્યાઓથી આદિવાસી ત્રસ્ત છે. અમે આદિવાસી વર્ગને ન્યાય અપાવવા માટે તેમની સાથે ઉભા છીએ. તેમના અધિકારો માટે લડતાં રહીશું.

Congress mocks PM Modi with 'Narendar Surrender... Ji Huzoor' poster; Rahul  Gandhi issues 5 directives to MP Congress leaders & more- READ & WATCH -  Madhya Pradesh News | Bhaskar English

રાહુલ ગાંધી આદિવાસી સમાજના પ્રતિનિધિઓને કહી રહ્યા હતાં કે, હું તમને પહેલાં જ જણાવી દેવા માગુ છુ કે, મારી રૂચિ શું છે. અમે આદિવાસીઓની લીડરશીપ તૈયાર કરીશું. જેના માટે હું તમારી કોંગ્રેસ પાર્ટીમાં મદદ લઈશ. જે વાસ્તવમાં આદિવાસીઓના પુનરોત્થાન માટે કામ કરવા માગે છે. તેને આગળ કરીશું. તેના માટે આપણે સૌએ સંગઠિત થવુ પડશે. જે લોકો ડાયનેમિક છે, જે લોકો આદિવાસી માટે લડવા માગે છે. તેમને આગળ કરીશું. જેની શરૂઆત અમે ગુજરાતમાં કરી દીધી છે.

Congress
@INCIndia
नेता विपक्ष श्री

ने आदिवासी समाज के प्रतिनिधियों से मुलाकात कर उनकी समस्याओं पर चर्चा की। जल, जंगल, ज़मीन के साथ ही संवैधानिक अधिकारों के लिए उनका संघर्ष लगातार जारी है। चाहे सामाजिक अन्याय हो या डिजिटलीकरण से ज़मीन छीनना, देश के आदिवासी त्रस्त हैं। हम आदिवासी वर्ग को न्याय दिलाने के लिए उनके साथ खड़े हैं, उनके अधिकारों के लिए लड़ते रहेंगे। 

Rahul Gandhi calls Lord Ram 'mythological'

રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે નવુ પગલું લીધુ છે. અમે ગુજરાતમાં શરૂઆત કરી છે. તેમાં અમે ૪૧ નવા જિલ્લા પ્રમુખ પસંદ કર્યા છે. જિલ્લા પ્રમુખમાં આદિવાસી, દલિત, પછાત, સામાન્ય જાતિ સહિત તમામ લોકોનો સમાવેશ થશે. અમે જિલ્લા પ્રમુખને સત્તા આપવા જઈ રહ્યા છીએ, જે ત્યાં કોંગ્રેસ ચલાવશે અને તેનું રક્ષણ કરશે. તે અમારી વિચારધારાનું રક્ષણ કરશે અને સભ્યપદ વધારશે. જિલ્લા પ્રમુખ અમારા નોડલ અધિકારી બનશે અને અમે ભારતના દરેક જિલ્લામાં આ કરી રહ્યા છીએ. જોકે, સૌથી મોટી સમસ્યા ત્યારે આવે છે જ્યારે અમદાવાદ કે દિલ્હીથી નિર્ણય લેવામાં આવે છે અને તેમાં બનાસકાંઠા માટે કંઈ નથી. તેથી જ અમે ઇચ્છીએ છીએ કે નિર્ણય ફક્ત બનાસકાંઠા કે અમદાવાદથી જ લેવામાં આવે. અમે જિલ્લા પ્રમુખ અને તેમની સમિતિને મજબૂત બનાવીશું અને તેમને નાણાકીય સહાય પણ આપીશું, જેથી તેમના દ્વારા આપણે પાર્ટી સ્થાપિત કરી શકીએ. આ અમારી યોજના છે.”

Rathyatra Images – Browse 2,650 Stock Photos, Vectors, and Video | Adobe  Stock

શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, સમર્પણ અને અહંકાર મુક્ત
આ યાત્રાના પાવન પુણ્યથી તમારા બધાના જીવનમાં
સુખ, સમુદ્ધિ, સૌભાગ્ય, યશ અને આરોગ્ય સ્થાપિત થાય
જગન્નાથ રથ યાત્રાની શુભકામનાઓ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *