પાકિસ્તાની સૈન્યના કાફલા પર આત્મઘાતી હુમલો

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાન સ્થિત ખડ્ડી વિસ્તારમાં શનિવારે (૨૮ જૂન) એક આત્મઘાતી હુમલાખોરે સૈન્ય કાફલાને નિશાનો બનાવીને બોમ્બથી ભરેલી ગાડીથી સૈન્યના વાહનને ટક્કર મારી દીધી હતી. જેના બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ૧૩ પાકિસ્તાની સૈનિકોના મોત નિપજ્યાં હતા અને ૨૪ ઘાયલ થયા છે, જેમાં ૧૪ સામાન્ય નાગરિકનો પણ સમાવેશ થાય છે. 

ખૈબર પખ્તૂનખ્વાંમાં પાકિસ્તાની સૈન્યના કાફલા પર આત્મઘાતી હુમલો, 13 સૈનિકોના મોત | suicide attack on pakistani military convoy in khyber pakhtunkhwa 13 soldiers killed - Gujarat Samachar

 હુમલાખોરે ‘માઇન રેઝિસ્ટન્ટ એમ્બુશ પ્રોટેક્ટેડ’ (એમઆરએપી) વાહનને ટક્કર મારી હતી. આ ટક્કર બાદ થયેલો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને આસપાસની વસ્તીને પણ ભારે નુકસાન થયું હતું. 

સૈન્યના કાફલા પર BLAના હુમલાથી પાકિસ્તાન થરથર્યું, આત્મઘાતી હુમલાનો જુઓ VIDEO | Pakistan shaken by BLA attack on army convoy watch VIDEO - Gujarat Samachar

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, વિસ્ફોટના કારણે બે ઘરની છત પણ પડી ગઈ હતી, જેના કારણે છ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. 

Pakistan BLA Attack Video Update; PAK Army Convoy | Baloch Liberation Army | બલૂચ આર્મીએ આત્મઘાતી હુમલાનો વીડિયો જાહેર કર્યો: ગઈકાલે પાકિસ્તાની સેનાના કાફલામાં બ્લાસ્ટ ...

હજુ સુધી કોઈ સમૂહ દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં નથી આવી. પરંતુ, આ વિસ્તારમાં અવાર-નવાર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) દ્વારા હુમલા કરવામાં આવે છે. જોકે, આ હુમલો એવા સમયે થયો છે જ્યારે બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ વધી રહ્યા છે. 

વિનાયક ચોથ

Happy Ganesh Chaturthi 2024 Images: ગણેશ ચતુર્થી પર સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો આ તસવીરો, સ્ટેટસ લગાવો - Happy Ganesh Chaturthi 2024 Images, Photos, HD Wallpaper Download for Wishes, Quotes ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *