હવામાન વિભાગે ફરી આજની આગાહી આપી છે. આજે સોમવારે આખા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
ગુજરાતમાં છેલ્લા ૧૫ દિવસથી મેઘાની જમાવટ જોવા મળી રહી છે. ગુજરાતમાં ચોમાસાની શરુઆતથી જ સારો વરસાદ પડી રહ્યો છે. ક્યાંક અતિ ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો ક્યાંક ઝરમર વરસાદમાં લોકોનો આનંદ મ્હાણી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ફરી આજની આગાહી આપી છે. આજે સોમવારે આખા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી
ચોમાસામાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે ૩૦ જૂન ૨૦૨૫, સોમવાર માટે આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, મહિસાગરમાં ભારે વરસાદ પડશે.
આ ઉપરાંત દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દામણ, દાદરા નગર હવેલી, જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.