હવામાન વિભાગે આજે બુધવારના દિવસે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં વરસાદની રમઝટ ચાલી રહી છે ત્યારે રોજે રોજ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. જોકે, છેલ્લા બે દિવસોથી વરસાદનું જોર ઘટ્યું છે. વરસાદ પડવાના વિસ્તારમાં પણ ઘટાડો થયો છે. જોકે, હવામાન વિભાગે આજે બુધવારના દિવસે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આજે અહીં પડશે ભારે વરસાદ
રાજ્યમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે ૨ જુલાઈ ૨૦૨૫, બુઘવારના દિવસે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડશે.
જ્યારે પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે.