ગૃહ મંત્રાલય લાવશે નવી પોલિસી!

કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પર દેશ વિરુદ્ધ નફરત ફેલાવનારાઓ પર સકંજો કસાશે. સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી વીડિયો કે પોસ્ટ શેર કરનારા લોકોની હવે બચી શકશે નહીં. અહેવાલો અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ માટે નવી પોલિસી લાવવાની તૈયારી કરી રહ્યું છે. રાષ્ટ્ર વિરોધી કાર્ય કરનારા હેન્ડલ્સને બ્લોક કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી થશે.

દેશ વિરુદ્ધ નફરત ફેલાવતા વીડિયો કે પોસ્ટ પર સકંજો કસાશે, ગૃહ મંત્રાલય લાવશે નવી પોલિસી! 1 - image

ઘણી વેબસાઇટ્સ પર દેશ વિરુદ્ધ સામગ્રી પણ અપલોડ કરવામાં આવે છે. આવું કરનારા લોકો સામે હવે કાર્યવાહી થશે. ગુપ્તચર એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓએ ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિને આ અંગે માહિતી આપી હતી.

Social Media Optimization Services In India | SpireHubs

સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી લોકો પર નજર રાખવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવશે. આવા લોકોની ઓળખ કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુ સહિત ઘણાં રાષ્ટ્રવિરોધી લોકો સોશિયલ મીડિયા પર સક્રિય છે અને તેઓ નફરત ફેલાવી રહ્યા છે. નવી નવી પોલિસી આવ્યા પછી, આવા લોકો પર કાબુ મેળવી શકાય છે.

Difference Between Social Media and Social Networking | Difference Between

અમેરિકન સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે પણ વાતચીત થઈ રહી છે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે સોશિયલ મીડિયા કંપનીઓ પણ તેમના સ્તરે દેખરેખ રાખે કે તેમના પ્લેટફોર્મ પર ભારત વિરોધી તત્વો અપલોડ ન થાય. સીબીઆઈ, એનઆઈએ, રાજ્ય પોલીસ અને આંતરિક સુરક્ષા સાથે સંબંધિત અન્ય એજન્સીઓ ભારત વિરોધી તત્ત્વોના પ્રયાસોને રોકવા માટે એક વ્યૂહરચના પર કામ કરી રહી છે, જેનો અમલ ટૂંક સમયમાં થઈ શકે છે.

Pakistani YouTube channels, Instagram handles banned

પહેલગામમાં થયેલા આતંકી હુમલા અને ત્યારબાદ ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણી રાષ્ટ્રવિરોધી પોસ્ટ શેર કરવામાં આવી હતી. દેશ વિરોધી લોકો સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં સક્રિય છે. હવે તેમના પર લગામ લગાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *