લાફા કાંડમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ બાદ દેડીયાપાડામાં કલમ ૧૪૪ લાગુ

લાફા પ્રકરણ કેસમાં ફરિયાદી સંજય વસાવાની એફઆઈઆરના આધારે દેડીયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા સામે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમના સમર્થકો મોડી રાત સુધી રાજપીપળા એલસીબી ખાતે એકઠા થાય હતાં. જેને ધ્યાનમાં રાખીને દેડીયાપાડામાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે, જો કલમ ૧૪૪ નો ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી થશે.

લાફા કાંડમાં AAP ધારાસભ્યની ધરપકડ બાદ દેડીયાપાડામાં કલમ 144 લાગુ, પોલીસે કરી અપીલ 1 - image

નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના એટીવીટી (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. 

AAP MLA Vasava arrested after “scuffle” with BJP leader during meeting at  taluka panchayat office | Ahmedabad News - The Indian Express
મનેરગા કૌભાંડને ઉજાગર કરનારા ચૈતર વસાવાને એલસીબી ઓફિસ રાજપીપળા ખાતે લાવતા સમર્થકો ત્યાં ભેગા થયા છે. ટોળાને વિખેરવા માટે નર્મદા પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. જોકે એલસીબી ઓફિસની બહાર ચૈતર વસાવાના સમર્થકોનો જમાવડો થયો હતો. જેને લઈને નર્મદા પોલીસે એસઆરપીની એક ટુકડી રાજપીપળા એલસીબી ખાતે અને એક ટુકડી દેડીયાપાડા ખાતે તૈનાત કરી છે. 
AAP MLA Chaitar Vasava Arrested After Scuffle in Narmada; AAP Cries BJP  Vendetta in Gujarat - Gujarat News | Bhaskar English

પોલીસે નર્મદા જિલ્લાના લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે અને  દેડીયાપાડામાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.  સૂત્રોના જણાવ્યાનુસાર, આજે બપોર પછી ચૈતર વસાવાને દેડીયાપાડા કોર્ટ ખાતે હાજર કરી શકે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *