દેશના કારોબારીઓએ નાણાં પ્રધાન પાસે કરી માંગ : જો લોકડાઉન કરવામાં આવે તો સરકાર અમને વળતર આપે…

દેશભરમાં ફરી એકવાર કોરોના કેસ વધવા માંડ્યા છે ત્યારબાદ નાઇટ કર્ફ્યુ અને લોકડાઉન લાદવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. આવી સ્થિતિમાં કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ ​​કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર પાઠવીને માંગ કરી છે કે જો કોઈ રાજ્ય આ રોગચાળાને રોકવા માટે લોકડાઉનની ઘોષણા કરે છે જેમાં દુકાનો બંધ કરશે તો સરકાતે તમામ વેપારીઓને યોગ્ય વળતર આપવું જોઈએ.

CAITના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, “સરકારના કહેવા પર કરવામાં આવેલા લોકડાઉનને કારણે બંધ દુકાનો સરકાર પાસેથી વળતર મેળવવાના હકદાર છે.” CAIT એ વળતર આપવાના ફોર્મ્યુલામાં કહ્યું હતું કે, “સરકારે આવા વેપારીઓને દુકાનના વાર્ષિક ટર્નઓવરના પ્રમાણમાં વળતર આપવું જોઈએ.”

80 લાખ કરોડના કારોબાર પર અસર
CAIT અનુસાર દેશમાં દર વર્ષે આશરે 80 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે જે દર મહિને આશરે 6.5 લાખ કરોડ રૂપિયા થાય છે. એકલા મહારાષ્ટ્રનો માસિક કારોબાર આશરે 1 લાખ કરોડ રૂપિયા છે અને દિલ્હીનો માસિક કારોબાર આશરે 20 હજાર કરોડ રૂપિયા છે. ખંડેલવાલે વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષના લોકડાઉનમાં વેપારીઓએ તેમના જીવનને ધ્યાનમાં લીધા વિના વડા પ્રધાન મોદીના કહેવા પર તેમની દુકાનો જ બંધ કરી દીધી હતી સાથે દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય કરવામાં આવી હતી.

વેપારીઓને પેકેજ અપાયું નથી
CAIT એ કહ્યું, “જ્યારે કેન્દ્ર સરકારે ગયા વર્ષે વિવિધ વર્ગો માટે ઘણાં પેકેજો આપ્યા હતા ત્યારે દેશના વેપારીઓ માટે કોઈ પણ પેકેજમાં એક રૂપિયો પણ અપાયો ન હતો કે કોઈ રાજ્ય સરકારે વેપારીઓને મદદનો હાથ ન આપ્યો” પરિણામે વેપારી વર્ગ આજદિન સુધી નાણાકીય પ્રવાહિતાના મોટા સંકટનો સામનો કરી રહ્યો છે. “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *