વર્લ્ડ ચેમ્પિયનશીપમાં માણસે એઆઇને હરાવ્યું

તાજેતરમાં એક એવી હરીફાઇ થઇ હતી જેણે સમગ્ર વિશ્વમાં ધ્યાન ખેંચ્યું હતું. આ હરીફાઇની ખૂબ જ ચર્ચા થઇ રહી છે. હાલનો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે. અનેક કંપનીઓએ પોતાના એઆઇ મોડેલ લોન્ચ કર્યા છે અને તેને વધુ સારા બનાવવા સતત કામ કરી રહી છે. અત્યાર સુધી તમે બે માણસો વચ્ચે હરીફાઇ જોઇ હશે પણ આ હરીફાઇ માનવી અને એક એઆઇ મોડેલની વચ્ચે જોવા મળી હતી.

વર્લ્ડ ચેમ્પિયનશીપમાં માણસે એઆઇને હરાવ્યું : સ્પર્ધા દસ કલાક ચાલી 1 - image

પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે સ્પર્ધા એઆઇ મોડેલે જીતી હશે પણ આવું થયું ન હતું અને માનવીએ એઆઇ મોડેલને હરાવ્યું હતું અને જીત પ્રાપ્ત કરી હતી. આ જ કારણોસર આ હરીફાઇ ચર્ચાનો વિષય બની ગઇ છે.  અમે જે સ્પર્ધાની વાત કરી રહ્યાં છીએ તે એક પોલિશ પ્રોગ્રામરના એક એડવાન્સ્ડ એઆઇ મોડેલની વચ્ચે થઇ હતી. વાસ્તવમાં આ એક કોડિંગ સ્પર્ધા હતી જેમાં પોલીશ પ્રોગ્રામરે એક એડવાન્સ્ડ એઆઇ મોડેલને હરાવ્યું હતું. 

આ સ્પર્ધા ૧૦ કલાક ચાલી હતી અને તેમાં માનવીનો વિજય થયો હતો પણ તે સંપૂર્ણ રીતે થાકી ગયો હતો. આ સ્પર્ધા ટોક્યોમાં થઇ હતી. પ્રોગ્રામર પ્રઝેમિસ્લાવ ડેબિયાકે એક ખાસ એઆઇ મોડેલને ખૂબ જ ઓછા અંતરેથી હરાવ્યું હતું.

એટકોડર એક જાપાની પ્લેટફોર્મ છે જે કોડિંગ સ્પર્ધાનું આયોજન કરે છે. કદાચ આ પ્રથમ વખત હતું જ્યારે આવી કોઇ મોટી વિશ્વ ચેમ્પિયનશીપમાં કોઇ એઆઇ મોડેલે માનવી સાથે હરીફાઇ કરી હતી.

આ ઇવેન્ટને ચેટજીપીટી બનાવનારી કંપની ઓપનએઆઇએ આયોજન કર્યુ હતું. તેમણે હ્યુમન્સ વિ. એઆઇ નામની એક ખાસ મેચમાં પોતાના એઆઇ મોડેલને ઉતાર્યુ હતું. એઆઇ મોડેલની સતત કામ કરવાની ક્ષમતા છતાં ઓપનએઆઇનું મોડેલ બીજા ક્રમે રહ્યું હતું. 

સ્પર્ધા જીત્યા પછી ડેબિયાકે જણાવ્યું હતું કે માનવતા પ્રબળ થઇ હાલના માટે. તેમણે જણાવ્યું હતું કે ત્રણ દિવસોમાં અનેક સ્પર્ધામાં ભાગ લેવાને કારણે તેમને ખૂબ જ ઓછી ઉંઘ મળી હતી. તેમણે જણાવ્યું હતું કે હું સંપૂર્ણપણે થાકી ગયો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *