ઝડપથી વજન ઘટાડવા માટે લસણનો ઉપયોગ | વધારે વજન ઝડપથી ઘટી શકે છે, એના માટે તમારે તમારા રસોડામાં હાજર લસણનો આ રીતે ઉપયોગ કરીને ડ્રિન્ક બનાવી શકો છો, જેના સેવનથી વજન ઝપથી ઘટશે
ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાવાની આદતોને કારણે સ્થૂળતા એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવી છે. તે તમારા લુક ન નહિ પરંતુ એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા પણ છે જે વિવિધ ગંભીર રોગો તરફ દોરી જાય છે. સ્થૂળતાને લીધે શરીરમાં વધુ પડતી ચરબીનો સંચય થાય છે.
સ્થૂળતા ઇન્સ્યુલિન પ્રતિકાર વધારે છે. આનો અર્થ એ થાય કે શરીર ઇન્સ્યુલિનનો અસરકારક રીતે ઉપયોગ કરી શકતું નથી. આનાથી બ્લડ સુગરનું સ્તર વધે છે અને ટાઇપ ૨ ડાયાબિટીસ થાય છે. મેદસ્વી લોકોને ટાઇપ ૨ ડાયાબિટીસ થવાની શક્યતા સામાન્ય વજનવાળા લોકો કરતા અનેક ગણી વધારે હોય છે.
સ્થૂળતાને લીધે કઈ સ્વાસ્થ્ય સમસ્યા થઇ શકે?
વધારે વજન બ્લડ પ્રેશર, ચરબી (કોલેસ્ટ્રોલ) અને ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર વધારે છે. આ બધા હૃદય રોગ અને સ્ટ્રોક માટેના મુખ્ય જોખમી પરિબળો છે. સ્થૂળતા હૃદયરોગનો હુમલો, હૃદયની નિષ્ફળતા અને સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.