હવામાન વિભાગે આજે બુધવાર માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના ૧૫ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આજે અમદવાદામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં ચોમાસું આગળ ધપી રહ્યું છે સાથે સાથે વરસાદ પણ વત્તાઓછા પ્રમાણમાં પડી રહ્યો છે. બે દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ મેઘરાજા ફરી નરમ પડ્યા છે. મંગળવારે દિવસ દરમિયાન ૬૦ જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વરસાદની માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે બુધવાર માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના ૧૫ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
આજે અમદવાદામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
આજે અમદાવાદમાં કેવું રહેશે હવામાન?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વેબસાઈટ પ્રમાણે આજે આકાશમાં ૬૦ થી ૮૬ % વાદળો રહેશે. પવનની ગતિ ૧૩ થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જ્યારે વાવાઝોડાની ૬ થી ૧૨ % શક્યતાઓ રહેલી છે. આજે અમદાવાદમાં ૦.૬ mm વરસાદ પડવાની શક્યતા છે.
આ ૧૫ જિલ્લાઓમાં આજે પડશે ભારે વરસાદ
હવામાન વિભાગ પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ૧૫ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ શેવી છે. હવામાન વિભાગ પ્રમાણે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે.
આજે અહીં હળવાથી મધ્યમ વરસાદ પડશે
હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ખેડા, અમદાવાદ, ગાંધીનગરઆણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને વોડદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે.