ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) એ એક મોટા ઓપરેશનમાં અલ-કાયદાના મોડ્યુલ એક્યુઆઈએસ નો પર્દાફાશ કર્યો છે.
ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) એ એક મોટા ઓપરેશનમાં અલ-કાયદાના મોડ્યુલ એક્યુઆઈએસ નો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં એટીએસ એ ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ગુજરાતથી ૨, દિલ્હી અને નોઈડામાંથી એક-એકની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા ચાર આતંકવાદીઓ ૨૦ થી ૨૫ વર્ષની વય જૂથના છે. એવું જાણવા મળ્યું છે કે આ આતંકવાદીઓને ભારતમાં મોટા ટાર્ગેટ અને મોટા સ્થળો પર હુમલો કરવાની જવાબદારી મળવાની હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચાર આતંકવાદીઓ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા. આ ઉપરાંત તેમની ક્રોસ બોર્ડર લિંક્સ પણ સામે આવી છે.
આતંકવાદ વિરોધી એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ગુજરાત એટીએસ એ એક્યુઆઈએસ સાથે જોડાયેલા એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.” એટીએસ આ ઓપરેશન વિશે વધુ માહિતી પછીથી આપશે. વર્ષ ૨૦૨૩ માં આ આતંકવાદી સંગઠન સાથે જોડાણ ધરાવતા ચાર બાંગ્લાદેશી નાગરિકોની અમદાવાદના વિવિધ ભાગોમાંથી ધરપકડ કરવામાં આવી હતી.