રાહુલ ગાંધી: ‘ભારતમાં અંગ્રેજી સૌથી શક્તિશાળી ભાષા’

દેશભરમાં હિન્દી અને સ્થાનિક ભાષાઓને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ એક મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અંગ્રેજી ભારતની સૌથી શક્તિશાળી ભાષા છે અને પ્રગતિ માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. હું એમ નથી કહેતો કે હિન્દી ભાષામાં શિક્ષણ ન લો પણ આપણે અંગ્રેજીના કારણે પ્રગતિ કરી શકીએ છીએ.’

I'm Not Anti-business, I'm Anti-monopoly: Rahul Gandhi, News In Hindi -  Amar Ujala Hindi News Live - Bjp-congress:भाजपा के आरोपों पर बोले राहुल  गांधी, 'मैं व्यापार नहीं, बल्कि एकाधिकार ...

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, ‘પ્રગતિ માટે શિક્ષણમાં સૌથી મહત્ત્વપૂર્ણ કારણ શું છે? અંગ્રેજી. ભારતમાં સફળતા અને પ્રગતિનો સૌથી મોટું નિર્ણાયક અંગ્રેજી શિક્ષણ છે. આજે ભારતમાં કોઈપણ પ્રાદેશિક ભાષા અથવા હિન્દીમાં આપવામાં આવતા શિક્ષણ કરતાં અંગ્રેજી શિક્ષણ ઘણું અસરકારક છે. આ એક આશ્ચર્યજનક હકીકત છે. પરંતુ આ એક સત્ય છે. હું એમ નથી કહેતો હિન્દી કે પ્રાદેશિક ભાષાઓ મહત્ત્વપૂર્ણ નથી, તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ આજે ભારતમાં પ્રગતિ અંગ્રેજી શિક્ષણ દ્વારા નક્કી થઈ રહી છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *