અમદાવાદમાથી રેમડેસિવીર ઈન્જેકશનના કાળાબજારનો કારોબાર ઝડપાયો

હાલ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. જેમાં કોઈને કોઈ કોરોનાથી સંક્રમિત બન્યા છે. વધુ પ્રમાણમાં સંક્રમિત થનારાઓ માટે રામબાણ સમાન રેમડેસિવીર ઈન્જેકશનની ભારે અછત છે. આરોગ્ય ક્ષેત્રેની આવી દારુણ પરિસ્થિતિનો, લોકોની મજબૂરીનો કેટલાક લેભાગુ તત્વો ગેરલાભ લઈ રહ્યાં છે.

કોરોનાકાળમાં રેમડેસિવીર ઈન્જેક્શનની ભારે અછત વચ્ચે ઈન્જેકશનના કાળા બજાર કરનારાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસના હાથે પકડાયેલા વ્યક્તિએ દિલ્લીથી પોતાના મિત્રના હેલ્થકેરના નામે ઈન્જેકશન મંગાવીને, અમદાવાદમાં લગભગ બમણા ભાવે વેચતો હતો.

ક્રાઈમ બ્રાન્ચ પોલીસે, જસ્ટીન પરેરાની રૂપિયા 1.89 લાખની કિંમતના 35 રેમડેસિવીર ઈન્જેકશનના જથ્થા સાથે ધરપકડ કરી છે. અને અત્યાર સુધીમાં કાળાબજાર સ્વરૂપે કેટલા ઈન્જેકશન વેચ્યા, આ કાળાબજારના કારોબારમાં કોણ કોણ સંડોવાયેલુ છે. ઈન્જેકશનની અછત વચ્ચે ક્યાથી અને કેવી રીતે ઈન્જેકશનનો જથ્થો લાવ્યા હતા. ઈન્જેકશન લાવવા માટે જરૂરી મંજૂરી મેળવી હતી કે નહી વગેરે મુદ્દે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *