વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માલદીવમાં ‘રેડ કાર્પેટ’ સ્વાગત

હિન્દ મહાસાગરના હાર્દ સમાન, અતિ વ્યૂહાત્મક ટાપુ-સમુહ માલદીવનાં પાટનગર માલેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે આવી પહોંચતાં તેઓનું ‘રેડ-કાર્પેટ’થી સ્વાગત કરાયું હતું. પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ પોતે વિમાનગૃહે તેઓને આવકારવા તેમના મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યો સાથે હાજર રહ્યા હતા. ગાર્ડ-ઓફ-ઓનર અપાયા પછી મોદી હોટેલ પર જવા રવાના થયા ત્યારે સમગ્ર માર્ગ ઉપર ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત છે’ તેવું લખેલા પોસ્ટર્સ અને બેનર્સ દેખાતા હતા.

UPI, trade, diplomacy: How PM Modi's Maldives visit signals a fresh start  in bilateral ties | Explained | How News – India TV

આવતીકાલે યોજાનારા માલદીવના ૬૦મા સ્વાતંત્ર્ય દિને વડાપ્રધાન મોદી ‘અતિથિ વિશેષ’ તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ પ્રમુખ મુઈજ્જુનાં આમંત્રણથી માલદીવની મુલાકાતે આવ્યા છે.

PM Modi begins Maldives visit with ceremonial welcome

માલદીવમાં મુઈજ્જુ પ્રમુખપદે આવ્યા પછીની મોદીની આ પહેલી મુલાકાત છે. જોકે તે પૂર્વે બે વખત તેઓ માલદીવ આવ્યા હતા.

PM Modi arrives in Maldives, received by President Muizzu other senior  leaders - The Economic Times

વડાપ્રધાન મોદી માલદીવ પહોંચ્યા તે પૂર્વે ત્યાં રહેલા એક ભારતવંશીએ કહ્યું હતું કે, ‘અમો આ મહાન નેતાને લીધે ગર્વ અનુભવીએ છીએ, ‘ઓપરેશન-સિંદૂર’ અંગે પણ અમે ગર્વીષ્ટ છીએ. તેઓએ લીધેલા અનેકવિધ પગલાંથી પણ અમોને ગર્વ થાય છે.’

PM Modi signs guestbook, escorted to Maldives President's office with MNDF  band - The Tribune

માલદીવમાં પોતાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી વ્યાપાર, પ્રવાસ, સહેલગાહ, ઊર્જા અને સંરક્ષણ તથા આર્થિક બાબતો અંગે બહુવિધ કરારો કરવાના છે. તેના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ વિષે પણ કરારો થશે.

Ministry of External Affairs | 🇮🇳-🇲🇻| Commemorating 60 years of special  & historic India-Maldives ties. PM @narendramodi arrived at the Republic  Square to a warm &... | Instagram

સૌથી વધુ ઉલ્લેખનીય તે છે કે પ્રચંડ સુનામી સમયે ભારતે માલદીવને ખાદ્ય પદાર્થો ઉપરાંત પીવાનાં પાણીની પણ લાખ્ખો બોટલો મોકલી હતી. આમ છતાં કેટલાક સમય માલદીવ ચીન તરફી રહ્યું પરંતુ ચીને પ્રમુખ સાથે ‘ખંડીયા રાજા’ જેવો કરેલો વર્તાવ તેથી ત્યાં થાણા નાખવાની ચીનની ચાલ નિષ્ફળ રહી. બીજી તરફ હિન્દ મહાસાગરનાં આ અત્યંત વ્યૂહાત્મક ટાપુ રાષ્ટ્રને સહાય કરે. ભારતે તેનું દિલ જીતી લીધું હતું તેમની મુઈજ્જુ અને તેઓનાં પત્નીનું ભારતમાં કરાયેલા ભવ્ય સ્વાગતે બાજી ફેરવી નાખી છે. માલદીવ ભારતનું મિત્ર બની રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *