

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધામાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમે કોઈ પણ કામ કરશો એમાં નીતિ નિયમોનું ખાસ ધ્યાન આપશો. ઉતાવળમાં આજે તમે કોઈ ખોટો નિર્ણય લેશો. ભાઈ-બહેન સાથે આજે કોઈ પણ મુદ્દે વિવાદ કે ખટપટ થઈ શકે છે. સ્વાસ્થ્યમાં આજે ચઢાવ ઉતાર જોવા મળશે. કુંવારા લોકોની આજે ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. આજે તમે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. મિત્રો સાથે પાર્ટી વગેરે કરી શકો છો.
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશહાલ રહેશે. આજે તમે કોઈ માંગલિક કાર્યક્રમમાં હિસ્સો લેશો. માતા આજે કોઈ વાતે નારાજ થઈ શકે છે. કાયદાકીય બાબતને લઈને આજે સાવધાની રાખવી પડશે. શેરબજાર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. કોઈ કામને લઈને આજે તમારા મનમાં ઉથલપાથલ જોવા મળશે. આજે તમારે ધીરજથી કામ નિપટાવવાની જરૂર છે. તમારી કોઈ જૂની ભૂલ આજે લોકોની સામે આવી શકે છે.
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે પરિવારમાં કોઈ સદસ્ય તરફથી સરપ્રાઈઝ ગિફ્ટ મળી શકે છે. આજે તમે મોટાની આદર અને સન્માન કરશો. પિતાજી કોઈ કામને લઈને આજે તમને સલાહ આપી શકે છે. નવું કામ શરૂ કરવા અંગે વિચાર તકરશો. પ્રોપર્ટીમાં ડીલ કરી રહેલાં લોકો આજે કોઈ મોટી ડીલ ફાઈનલ કરી શકે છે. આજે તમે કોઈ વિરોધીની વાતમાં આવીને રોકાણ ના કરો. સંતાનને આજે તમે સંસ્કાર અને પરંપરાના પાઠ ભણાવશો.
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મોટી ઉપલબ્ધિ લઈને આવશે. લોહીના સંબંધોમાં આજે મજબૂતી આવશે. ઘર-પરિવારમાં આજે આવી રહેલી સમસ્યાઓ દૂર થઈ રહી છે. નવા લોકો સાથે મેલજોલ વધારશો. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પૈસા સંબંધિત સમસ્યાને કારણે આજે તમે થોડા પરેશાન રહેશો. આજે તમારા કામમાં ગડબડ થતાં તમે ચિંતામાં પડશો. કોઈ સાથે કોઈ જરૂરી માહિતી શેર ના કરો.
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેવાનો છે. કામના સ્થળે પ્રદર્શન કરશો. આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થતાં ખુશીનો પાર નહીં રહે. ખાનગી બાબતોમાં આજે તમારી સક્રિયતા વધી રહી છે. આજે તમે નવા લોકોને મળવામાં અને તેમની સાથે હરવા ફરવા જશો. કોઈ મિત્ર લાંબા સમય બાદ આજે તમને મળવા માટે આવી શકે છે. તમે કોઈ સરકારી યોજનામાં પૈસા લગાવવાનું વિચાર કરશો. ઓનલાઈન બિઝનેસ કરી રહેલાં લોકોને આજે કોઈ મોટું ઓર્ડર મળી શકે છે.
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટીની દ્રષ્ટિએ સારો રહેશે. ઘરે કોઈ મહેમાનનું આગમન થશે. તમારી કોઈ અટકી પડેલી ડીલ ફાઈનલ થઈ શકે છે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોએ આજે સાવધાન રહેવાની જરૂર છે. આજે ખર્ચ પર નિયંત્રણ રાખો નહીં તો તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આજે તમને એક સાથે અનેક કામ આવી પડતાં થોડી વ્યસ્તતાનો સામનો કરશો. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કરિયરની દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમે તમામ ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. કોઈ પણ કામને લઈને બિલકુલ લાપરવાહી ના દેખાડો. આજે તમે ખાણી-પીણીનો આનંદ ઉઠાવશો. આજે તમારી અંદર સ્પર્ધાનો ભાવ જોવા મળશે. નવી નોકરી મળતાં તમારું મન ખુશ રહેશે. જીવનસાથી સાથે આજે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે. આજે તમે તમારા જરૂરી કામ પૂરા કરવા પર ધ્યાન આપશો.
વૃશ્ચિક રાશિના સમાજસેવા સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં આવીને લેવાથી બચવાનો રહેશે. આજે તમારે કોઈ પાસેથી પૈસા ઉધાર લેવાથી બચવું પડશે, નહીં તો એ ચૂકવવામાં મુશ્કેલી પડી શકે છે. પરિવારમાં કોઈ સદસ્ય આજે કામને લઈને સલાહ માંગશે તો ખૂબ જ સમજી વિચારીને સલાહ આપો. પરિવારમાં પૂજા-પાઠનું આયોજન થશે.
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમે કોઈ મનોરંજનના કાર્યક્રમમાં હિસ્સો લેશે. વરિષ્ઠ સભ્યોનો સાથ-સહકાર મળશે. આજે ધાર્મિક કાર્યમાં તમારો રસ વધી રહ્યો છે. સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે તેના પર ખરું ઉતરશે. આજે કંઈક નવું કરવાનો તમારો પ્રયાસ સફળ થશે. પૈસાને લઈને કોઈ સમસ્યા સતાવી રહી હતી તો આજે એ પણ દૂર થતી દેખાી રહી છે.
આજનો દિવસ મકર રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ સારો રહેશે. લાંબા સમયથી અટકી પડેલાં કામ આજે પૂરા થશે. જો પૈસાને કારણે કોઈ કામ અટવાયેલું પડ્યું હશે તો તે પણ આજે પૂરું થશે. પૈતૃક સંપત્તિની પ્રાપ્તિ થશે. વરિષ્ઠ સભ્યની સલાહ આજે તમારા માટે ખૂબ જ કામની સાબિત થશે. આજે તમારે તમારા કામમાં જરાય ઢીલ ના આપવી જોઈએ. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી છુટકારો મળશે. જીવનસાથી સાથે શોપિંગ પર જશો.
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પાર્ટનરશિપમાં બિઝનેસ કરવા માટે સારો રહેશે. કાયદાકીય બાબતમાં આજે તમને સફળતા મળી રહી છે. આજે ઘરે કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને બેદરકારી ના દેખાડો. અભ્યાસમાં આજે દિલથી મહેનત કરનારા વિદ્યાર્થીઓને જરાય મુશ્કેલી નહીં પડે. માતા-પિતાના આશિર્વાદથી આજે કોઈ અટકી પડેલું કામ પૂરું થઈ શકે છે.
આજનો દિવસ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રમોશનની દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમે તમારા કામથી લોકોની વચ્ચે પોતાની અલગ જગ્યા બનાવી શકશો, જેને કારણે તમારી પ્રગતિ થશે. આજે તમારા પ્રભાવ અને પ્રતાપમાં વૃદ્ધિ થશે, પણ એને કારણે તમારા કેટલાક શત્રુ પણ પેદા થશે. આજે તમારે તમારા મનમાં કોઈ માટે નકારાત્મક વિચારો ના લાવવા જોઈએ. બિઝનેસમાં આજે કોઈ પર પણ આંખ બંધ કરીને ભરોસો ના કરવો જોઈએ. આજે તમારી ભૂલને કારણે પિતા તમારાથી નારાજ થશે. સંતાનને અભ્યાસ માટે આજે કોઈ જગ્યાએ બહાર જવું પડશે.
