મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારી વકરી રહી છે. દરદીઓની સંખ્યામાં ધરખમ વદારો થઈ રહ્યો છે. આન ે નાથવા અને કોરોના વાઈરસની ચેઈન તોડવાની આવશ્યકતા હોવાથી કઠોર પ્રતિબંધો સાથે ૧૪૪ની કલમ લાગુ પડશે. એટલે કે આવતીકાલ ૧૪ એપ્રિલ બુધવારના રાત્રે ૮ વાગ્યાથી આગામી ૧૫ દિવસ સુધી કરફયુ લાગુકરવાની ઘોષણા રાજ્યના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ આજે કરી હતી. જોકે આ કરફયુના સમયમાં આર્થિક રીતે નબળા વરંગને પરેશાની વેઠવી ન પડે તે માટે રાહત આપવા પાંચ હજાર ૪૭૬ કરોડ રૂપિયાની મદદનું પેકેજ મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ જાહેર કર્યું હતું.
મહારાષ્ચ્રમાં લોકોમાં કોઈપણ પ્રકારની અફડા-તફડી ભરી સ્થિતિ ન સર્જાય તે માટે ‘લોકડાઉન’ શબ્દ સીધો ઉપયોગ ટાળ્યો હતો. હકીકતમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર છે. આથી રાજ્યમાં આવતીકાલ બુધવાર તા.૧૪ એપ્રિલ ૨૦૨૧ના રાતે ૮ વાગ્યાથી ૧ મે ૨૦૨૧ સુધી કઠોર પ્રતિબંધ રહેશે.
આ સમયમાં સંપૂર્ણ કરફયુ રહેશે. માત્ર આવશ્યક સેવા સુવિધા શરૂ રહેશે. બાકીની તમામ સેવા અટકાવવામાં આવી છે. બિન જરૂરીરીતે અવરજવર પર પ્રતિબંધ રહેશે એમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું. અલબત્ત લોકલ ટ્રે અને બસ સેવા ચાલુ રહેશે. ઓટો-ટેક્સી સેવા ચાલુ રહેશે.બેન્કને લગતા કામકાજ ચાલુ રહેશે.
રાજ્યમાં માર્ચ ૨૦૨૧થીકોવિડ-૧૯ની બીજી લહેર આવી છે. આ લહેર આવી હોવાથી દરદીઓની સંખ્યા ધરખમ વધારો નોંધાય છે જાણે સુનામી ચાલી છે. દરદીઓની સંખ્યા ઘટે તે માટે કઠોર કરફયુ લાગુ કરવામાં આવ્યો છે. પણ આ સમયમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સહાય આપવાનું જાહેર કર્યું છે.
જેમાં અનાજ તેમ જ આર્થિક સહાય કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાના સંકટનો સામનો કરવા રાજ્ય શાસન ગરજુ લોકોને સહાય કરવા અજીખમ છે એમ ઉધ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. રાજ્યના ૧૨ લાખ શ્રમિકોને ૧૫૦૦ રૂપિયાની આર્થિક મદદ, રિક્ષા ચાલકોને પણ ૧૫૦૦ રૂપિયા મદદ મળશે, ઘરકામ કરનારાને ૧૫૦૦ રૂપિયાની મદદ કરવામાં આવશે.
આ ઉફરાંત આદિવાસીઓને ૨૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. તેમ જ સંજય નિરધાર, ઈન્દિરા ગાંધી વિધવા સહિત પાંચ યોજનાના ગરીબોને ૧૦૦૦ રૂપિયા તેના લાભાર્થી ૩૫ લાખ લોકો છે. રાજ્યમાં ગરીબ હોય એવાને અન્ન સુરક્ષા યોજના હેઠળ વ્યક્તિ દીઠ ૩ કિલો ઘઉે અને બે કિલો ચોખા મફત એક મહિનો આપવામાં આવશે. આ સિવાય શિવભોજનની થાળી મફતમાં આપશે.
આનાથી દરરોજના બે લાખ લોકોને સહાય મળશે. અધિકૃત ફેરિયાને ૧૫૦૦ રૂપિયાની સહાય આપવામાં આવશે. રાજ્ય સરકારે કોવિડ સંબંધિત સુવિધાઓ માટે રૂપિયા ૩,૩૦૦ કરોડ રૂપિયા ભંડોળ ફાળવ્યું છે. આ ઉપરાંત ૫ હજાર ૪૭૬ કરોડ રૂપિયાના આર્થિક મદદનું પેકેજ જાહેર કર્યું હતું. લોકલ ટ્રેનમાં માત્ર અત્યાવશ્યક સેવા આપતાં લોકોને પ્રવાસની પરવાનગી રહેશે. બસ પણ અત્યાવશ્યક પૂરતી રહેશે રીક્ષામાં ડ્રાઈવર તથા બે પ્રવાસી અને ટેક્સીમાં ડ્રાઈવર સહિત બે પ્રવાસી મુસાફરીકરી શકશે.
શું ચાલુ રહેશે
* જીવનાશ્યક વસ્તુની દુકાન
* ગેરેજ, પેટ્રોલપંપ, કાર્ગો સેવા
* ઈ-કોમર્સની સપ્લાય
* ઓટોપાર્ટસની દુકાન
* દવાની દુકાનો
* લોકલ અને પરિવહન સેવા
* રિક્ષા-ટેક્સી ડ્રાઈવર સહિત બે પ્રવાસની મુસાફરી
* સરકારી કચેરી ૫૦ ટકા સાથે કામ કરશે
* શાકભાજી માર્કેટ શરૂ, કોરોનાના નિયમોનું કઠોર પાલન સાથે.
* બેંકો, ઈન્સ્યુરન્સ સેવા
* કોરોનાની રસી સેવા તેમ જ તપાસ કેન્દ્ર
* ઓપ્ટીકલ્સ દુકાન
* હોટેલ-રેસ્ટોરન્ટ અને બારથી ખાદ્ય પદાર્થના પાર્સલ
* વૈદ્યકીય સેવા, મેડિકલ સ્ટોર્સ
* અખબાર, મિડિયા સંદર્ભની સેવા
* વેનેટરી સર્વિસ- પેટ ફૂડની દુકાન
* રસ્તા પરના ખાધ પદાર્થ વેચતા ફેરિયા ફક્ત પાર્સલ આપી શકશે.
શુ બંધ રહેશે
* મોલ્સ, દુકાનો, હોટેલો, બાર
* વાઈન શોપ, બાગ-બગીચા, થિએટર, નાટયગૃહ, ગરદીના સ્થળો
* ધાર્મિક – પ્રવાસન સ્થળ
* સામાજિક – રાજકીય કાર્યક્રમ બંધ
* સલૂન, બ્યુટી પાર્લર
* ખાનગી ઓફિસોએ વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય આપવું.
* શૈક્ષણિક સંસ્થા, કલાસીસ