એશિયા કપ ૨૦૨૫ નું શેડ્યૂલ જાહેર થયું છે. ૯ સપ્ટેમ્બરથી લઈને ૨૮ સપ્ટેમ્બર સુધી યુએઈ માં આ ટુર્નામેન્ટ રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૪ સપ્ટેમ્બરે દુબઈમાં મેચ રમાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)એ શનિવારે (૨ ઓગસ્ટ) X પર પુષ્ટિ કરી કે ૨૦૨૫ એશિયા કપના બે યજમાન શહેર દુબઈ અને અબૂ ધાબી હશે. ફાઈનલ મેચ દુબઈમાં રમાશે
ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રખાયા છે. આ ટુર્નામેન્ટ ટી-૨૦ ફોર્મેટમાં રમાશે, જે આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ની તૈયારીઓ હેઠળ નક્કી કરાઈ છે. તે વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા દ્વારા મળીને આયોજિત કરાશે.
૪ ટીમને અલગ-અલગ ગ્રુપમાં રખાઈ છે. ભારત-પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રખાયા છે. ગ્રુપ-એ ભારત, પાકિસ્તાન, યુએઈ અને ઓમાનની ટીમ છે. ગ્રુપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગની ટીમ સામેલ છે.

આ ટુર્નામેન્ટની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થશે. પહેલી મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે. ભારતની પહેલી મેચ 10 સપ્ટેમ્બરે UAE સાથે હશે. ભારતની બીજી મેચ પાકિસ્તાન સાથે 14 સપ્ટેમ્બરે રમાશે. રવિવારનો દિવસ છે. ભારતની ત્રીજી મેચ 19 સપ્ટેમ્બરે ઓમાન સામે રમાશે.
૮ ટીમ લઈ રહી છે ભાગ
એશિયા કપની આગામી ટૂર્નામેન્ટમાં ૮ ટીમો ભાગ લેશે. જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, હોંગકોંગ, ઓમાન અને સંયુક્ત અરબ અમીરાત(યુએઈ) સામેલ છે. ટૂર્નામેન્ટમાં આઠ ટીમ ચાર-ચારના બે ગ્રુપમાં વિભાજીત કરાય છે. ગ્રુપ-એમાં ભારત, પાકિસ્તાન, યુએઈ અને હોંગકોંગને રખાયું છે. જ્યારે ગ્રુપ-બીમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઓમાનને રખાયું છે.
રાજનીતિક તણાવના કારણે ભારત-બાંગ્લાદેશ સીરિઝ ટળી
હાલમાં જ બીસીસીઆઈ એ ઢાકામાં એસીસી ની બેઠકમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો હતો, ભારત-બાંગ્લાદેશ વચ્ચે રાજનીતિક તણાવના કારણે આ નિર્ણય લેવાયો. બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ બેઠકમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. આ તણાવને લઈને ભારત-બાંગ્લાદેશની ઓગસ્ટ ૨૦૨૫ માં યોજાનારી દ્વિપક્ષીય સીરિઝને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવાઈ છે.