હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે કસરત કરવી જરૂરી છે જે તમારું હૃદયના સ્વાસ્થ્ય, સ્નાયુઓની શક્તિ, સહનશક્તિ અને એકંદર શારીરિક સ્થિરતાને પ્રોત્સાહન આપે છે.
હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે દૈનિક કસરત, આહાર જેટલી જ મહત્વપૂર્ણ છે. પરંતુ તેમાં સખત કસરતો અથવા તીવ્ર યોગ આસનોનો સમાવેશ થતો નથી. એપોલો હોસ્પિટલ્સના ન્યુરોલોજીસ્ટ ડૉ. સુધીર કુમાર પાંચ સરળ કસરતો શેર કરે છે જે તમે એકંદર સુખાકારી માટે દરરોજ કરી શકો છો.
હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે કસરત કરવી જરૂરી છે જે તમારું હૃદયના સ્વાસ્થ્ય, સ્નાયુઓની શક્તિ, સહનશક્તિ અને એકંદર શારીરિક સ્થિરતાને પ્રોત્સાહન આપે છે.
સ્વસ્થ જીવન માટે સરળ કસરતો
- ૩૦ મિનિટ ચાલવું : દિવસમાં ૨,૫૦૦ સ્ટેપ્સ ચાલવાથી સ્વાસ્થ્ય લાભો શરૂ થાય છે. “દરરોજ ૨,૫૦૦ સ્ટેપ્સ ચાલવાથી કોઈપણ કારણથી મૃત્યુનું જોખમ ૮ % ઓછું થાય છે. વધુમાં ૨,૭૦૦ સ્ટેપ્સ ચાલવાથી હૃદય રોગનું જોખમ ૧૧ % ઓછું થાય છે. (આ ફાયદાઓ દિવસમાં ૯,૦૦૦ સ્ટેપ્સ સુધી વધતા રહે છે)
- ૫૦ સીડી ચઢવી : જે લોકો દિવસમાં ૫૦ થી વધુ સીડી ચઢે છે તેમને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ ૨૦ % ઓછું હોય છે.
- ૧૦ પુશ-અપ્સ : એક સમયે ૧૦ થી વધુ પુશ-અપ કરવાની ક્ષમતા હૃદય રોગનું જોખમ ઘટાડે છે. જે લોકો એક સમયે ૪૦ કે તેથી વધુ પુશ-અપ કરી શકે છે તેમને સૌથી વધુ ફાયદો જોવા મળે છે.
- પ્લેન્ક અનેઅથવા વોલ-સીટ : વોલ-સિટ અને પ્લેન્ક કસરતો બ્લડ પ્રેશર ઘટાડવા અને હાઇપરટેન્શનનું જોખમ ઘટાડવામાં અસરકારક છે.
- આઇસોમેટ્રિક ગરદન અને પીઠના વિસ્તરણ માટેની કસરતો : આ કસરતો યાંત્રિક કારણોસર થતા ગરદન અને કમરના નીચેના ભાગમાં થતા દુખાવા તેમજ સર્વાઇકલમાં ડિસ્ક પ્રોલેપ્સ જેવી સમસ્યાઓ ઘટાડવામાં અસરકારક છે.