ક્ષાબંધન પર ભાઇ માટે રાખડી ખરીદતી વખતે બહું સાવચેતી રાખવી જોઇએ. અમુક પ્રકારની રાખડી બાંધવાથી ભાઇના જીવનમાં સંકટ આવી શકે છે. કેવા પ્રકારની રાખડી શુભ અને અશુભ માનવામાં આવે છે.
સનાતન ધર્મમાં રક્ષાબંધનને એક મહત્વનો તહેવાર માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર અનુસાર, આ તહેવાર દર વર્ષે શ્રાવણ પુનમે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન ૯ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને દીર્ધાયુષ્ય, સુખ સમૃદ્ધિ અને સફળતાની કામના કરે છે. જ્યારે ભાઇ જીવનભર તેમની રક્ષા કરવાનું વચન આપે છે. રાખડી માત્ર એક દોરો નથી, પરંતુ આસ્થા અને પરંપરાનું પ્રતીક છે. આવી સ્થિતિમાં, રાખડીની પસંદગી કરતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જ જોઇએ. નહિંતર, તેનાથી તમારા ભાઈ પર નકારાત્મક અસર પડી શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ રક્ષાબંધન પર કેવી રાખડી ખરીદવાનું ટાળવું જોઈએ.
બ્રેસલેટ વાળી રાખી
આજકાલ રંગબેરંગી અને ટ્રેન્ડી રાખડીઓ બજારમાં વેચવામાં આવી રહી છે, જેમાં કાર્ટૂન કેરેક્ટર્સ, મેટલ કે અન્ય ડિઝાઇનનો સમાવેશ થાય છે. આ રાખડીઓ ભલે બાળકો કે યુવાનોને આકર્ષિત કરતી હોય પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ આ રાખડીઓનું વિશેષ મહત્વ છે. રક્ષાબંધનનો તહેવાર બહેન દ્વારા ભાઈના કાંડા પર પવિત્ર અને શુદ્ધ દોરો બાંધવાની પરંપરા સાથે સંકળાયેલો છે. તેથી, આ રક્ષાબંધનના બ્રેસલેટ વાળી રાખડી બાંધવાનું ટાળો.
ભગવાનના ફોટાવાળી રાખડી
ઘણી વખત એવું બને છે કે બહેનો પોતાના ભાઈના કાંડા પર ભગવાનના ફોટા વાળી કે પ્રતિકૃતિ જેવી રાખડી બાંધે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે ભાઈને આવી રાખડીઓ બિલકુલ ન બાંધવી જોઈએ. કારણ કે તે ભગવાનનું અપમાન છે જે તમારા ભાઈ પર નકારાત્મક અસર કરી શકે છે.