
મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ વાડ્રાની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ત્રણથી સાત વર્ષ સુધીની કેદ થઇ શકે છે. આ ઉપરાંત આરોપીની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી શકે છે. પીએમએલએની વિશેષ કોર્ટ દ્વારા આ મામલે સુનાવણી કરવામાં આવશે. વાડ્રા સાથે જોડાયેલા સત્યાનંદ યાજી અને કેવલસિંહ સામે પણ કેસ દાખલ કરાયો છે. સ્કાઇ લાઇટ હોસ્પિટાલિટી પ્રા. લિ. રીયલ્ટી પ્રા. લિ. વગેરે કંપનીઓની લિંક વાડ્રા સાથે જોડાયેલી છે.
ઇડીની ચાર્જશીટમાં દાવો કરાયો છે કે વાડ્રાએ પોતાની આ કંપનીઓ સ્કાઇલાઇટ હોસ્પિટાલિટી પ્રા. લિ. અને બીબીટીપીએલ દ્વારા ખોટી રીતે ૫૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, બાદમાં આ નાણાનો ઉપયોગ આલીશાન જિંદગી જીવવા માટે કરાયો હતો.
આ કંપનીએ ૩.૫ એકર જમીન માત્ર ૭.૫૦ કરોડમાં ખરીદી હતી, જ્યારે તેની સાચી કિંમત ત્યારે ૧૫ કરોડ હતી. ઓંકારેશ્વર પ્રોપર્ટીઝને તત્કાલીક મુખ્યમંત્રી તરફથી હાઉસિંગ લાઇસેંસ અપાવવા બદલ આ જમીન વાડ્રાને મળી હતી. બાદમાં આ જમીનનું કમર્શિયલ લાઇસેંસ આપીને દબાણ કરીને ફાઇલોમાં હેરાફેરી કરીને