કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આખરે પોતાની પાર્ટી માટે પશ્ચિમ બંગાળની ચૂંટણીના પ્રચારમાં આજે ઝુકાવ્યુ છે.
આજે ઉત્તર બંગાળમાં એક રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ભાજપ બંગાળમાં આગ લગાડી રહ્યો છે અને મમતાજી પોતાની રમતમાં વ્યસ્ત છે. રાજ્યનો કોઈ વિકાસ થયો નથી. અમે ક્યારેય ભાજપ સાથે સમાધાન કર્યુ નથી. અમારી આરએસએસ સાથે વિચારધારાની લડાઈ છે. તેમની વિચારધારાએ જ ગાંધીજીની હત્યા કરી છે.આ વિચાર ધારા સામે મરી જઈશું પણ ઝુકીશું નહીં.
તેમણે કહ્યુ હતુ કે, આ પહેલુ રાજ્ય છે જ્યાં રોજગાર મેળવવા માટે દલાલી આપવી પડે છે. મમતાજી કહે છે કે, ચૂંટણી સમયે ખેલ થશે. કયા પ્રકારની રમત તેમને રમવી છે.અહીંયા રસ્તાઓ કોણ બનાવશે. રમત મરવી હોય તો મેદાનમાં આવો.ડ્રામા ચાલી રહ્યો છે. એક તરફ મોદી કહે છે કે, કોરોના આવે છે તો થાળી વગાડો અને ઘંટ વગાડો…
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, તામિલનાડુ અને આસામના લોકો માને છે કે તેમના ઈતિહાસ ભાષા પર આક્રમણ થઈ રહ્યુ છે. જે વિચારધારા ભાજપ બંગાળમાં ફેલાવવા માટે પ્રયત્ન કરી રહ્યુ છે તે જ વિચારધારા તેમણે આસામમાં ફેલાવી છે. ભાજપ નફરત ફેલાવે છે. આગ લાગશે તો અહીં લાગશે. પીએમ મોદી અને અમિત શાહને કશું થવાનુ નથી.
બંગાળ સળગશે તો બંગાળની માતાઓ અને બહેનો રડશે.તેમણે બંગાળને વહેંચી નાંખ્યુ છે.બંગાળમાં જો આગ લાગશે તો કોઈ રોકી નહીં શકે.હું ચૂંટણીનુ ભાષણ કરવા માટે નહીં પણ તમને કહેવા આવ્યો છું કે, બંગાળ વહેંચાઈ ગયુ તો સૌથી વધારે નુકસાન બંગાળની જનતાને અને તેમના ભવિષ્યને થવનુ છે. ભાજપે યુપીમાં આગ લગાડી પછી શું થયુ…આજે ત્યાં કોરોનાના કારણે હોસ્પિટલ લાશોથી ઉભરાય છે.
સીએમને કશીં ખબર પડતી નથી.ભાજપે નોટબંધી કરીને લાખો લોકોને બર્બાદ કર્યા પણ પીએમ મોદી પોતે નોટબંધીની લાઈનમાં દેખાયા? તેઓ લાખોનો સૂટ પહેરીને કાળા નાણા સામે લડાઈ કરવાની વાતો કરી રહ્યા છે.