આજનુ પંચાંગ

સ્વતંત્રતા દિવસ

પારસી નૂતનવર્ષ ૧૩૯૫નો પ્રારંભ
શીતળા સાતમ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૦ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૫ મિ. (સુ) ૭ (ક.) ૦૭ મિ.(મું) ૭ ક. ૦૯ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મેષ (અ.લ.ઇ.) રાશિ આવશે.
નક્ષત્ર : અશ્વિની ૭ ક. ૩૬ મિ. સુધી પછી ભરણી ૩૦ ક. ૦૬ મિ. સુધી પછી કૃતિકા નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-મિથુન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મેષ.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧/ અનલ/ સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧/ દક્ષિણાયન વર્ષાઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ/૨૪/ વ્રજ માસ: ભાદ્રપદ
માસ-તિથિ-વાર : શ્રાવણ વદ સાતમ
– સ્વતંત્રતા દિવસ
– સર્વે ભારતવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ
– શીતળા સાતમ
– પારસી નૂતનવર્ષ ૧૩૯૫નો પ્રારંભ- સર્વે પારસી ભાઈ- બહેનોને નૂતનવર્ષ તેમજ પતેતીની ખૂબ શુભેચ્છાઓ.
– પતેતી
– પા.ફરવરદીન માસ પ્રારંભ
– શ્રીકૃષ્ણ જન્માષ્ટમી વ્રત (સ્મા.)
– જીવંતિકા વ્રત
મુસલમાની હિજરીસન :૧૪૪૭ સફર માસનો ૨૦ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ફરવરદીન માસનો ૧ લો રોજ અહુરમજદ


ત્રણ રાશિના જાતકોની સુખ-સુવિધામાં આજે થશો વધારો


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તાણથી ભરપૂર રહેશે. આજે તમારા વધી રહેલાં ખર્ચ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં આજે ધીરજ અને સાહસ જાળવી રાખવું પડશે. પર્સનલ લાઈફમાં આજે તમારી મુસીબતો પાછી વધી શકે છે. આજે તમે દૂર બેઠેલા કોઈ સંબંધી પાસેથી નિરાશાજનક માહિતી જાણવા મળી શકે છે. પરિવારમાં કોઈ નવા મહેમાનનું આગમન થશે. સાસરિયાઓ સાથે આજે ખૂબ જ સમજી વિચારીને વાત કરવી પડશે, નહીં તો તમારા પર કોઈ ખોટો આક્ષેપ લગાવી શકાય છે.
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજ પર ધ્યાન આપવાનો રહેશે. વૈવાહિક જીવનમાં આજે ખુશહાલી આવશે. આજે તમારી કોઈ જૂની સમસ્યા પાછી માથું ઉંચકી શકે છે. નોકરી કરી રહેલાં લોકોએ આજે પોતાના શત્રુઓથી સાવધ રહેવાની જરૂર છે. આજે તમારું મન પરેશાન રહેશે. વિના કારણે આજે વઢ પડશે. કોઈ પણ કામમાં ધીરજથી આળ વધો. વૈવાહિક જીવનમાં તાલમેલ જાળવીને આગળ વધવું પડશે. કળા અને કુશળતાથી આજે તમે સારું નામ કમાવશો.
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેશે, કારણ કે આજે તમારું બિઝનેસ પ્લાનિંગ પણ સફળ થશે. આજે તમે કોઈ સારી અને મહત્ત્વની સ્કીમમાં પૈસા રોકી શકો છો. આજે કોઈને પણ પૈસા ઉધાર આપવાથી બચો, નહીં તો પૈસા પાછા નહીં મળે. પ્રોપર્ટીની કોઈ અટકી પડેલી ડીલ ફાઈનલ થશે. પરિવારમાં કોઈના લગ્નમાં જો અવરોધ આવી રહ્યા હતા તો તેનો પણ ઉકેલ આવશે. આજે તમારે તમારી વાણી પર ખાસ સંયમ રાખવો પડશે, નહીં તો તમારા બની રહેલાં કામ અટકી પડશે.
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. પરિવારમાં આજે સભ્યો સાથે મોજ-મસ્તીમાં પસાર કરશો અને જૂની યાદોને તાજી કરશો. સંતાનના મનમાં કોઈ વાતને લઈને શંકા પેદા થઈ શકે છે. જીવનસાથી સાથે કોઈ પણ પ્રકારના વાદ-વિવાદમાં પડવાનું ટાળો. આજે તમે બિઝનેસમાં કોઈ પાર્ટનરશિપ કરવાનું વિચારશો. સમાજસેવાના કામમાં આજે તમે આગળ વધશો. કોઈને મદદ કરવાનો મોકો મળશે તો તમારે એ માટે આગળ આવવું પડશે.
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કંઈક નવું કરવા માટે રહેશે. આજે પરિવારની કોઈ સમસ્યા તમને પરેશાન કરી શકે છે. નોકરીને લઈને પરેશાન લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમે જે પણ કામમાં હાથ નાખશો એમાં તમને સફળતા મળી રહી છે. જીવનસાથીની પ્રગતિ જોઈને આજે તમે ખુશ થશો. કોઈ ધાર્મિક યાત્રા પર જવાનું પ્લાનિંગ કરશો. આજે આર્થિક બાબતોને લઈને યોજનાઓ બનાવશો.
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસની દ્રષ્ટિએ સારો રહેશે. જો તમારી આસપાસમાં કોઈ વાદ-વિવાદની સ્થિતિ પેદા થાય તો તમારે એને તમારા વિચારોથી સામાન્ય બનાવવાનો પ્રયાસ કરવો પડશે. આજે તમને એક સાથે અનેક કામ હાથ આવી શકે છે. આજે તમારે લાગણીશીલ થઈને કોઈને પણ કોઈ પણ વચન આપતા પહેલાં ખૂબ જ વિચારવું પડશે. આજે તમારે કોઈ પણ વાતને લઈને ખૂબ જ ધીરજ રાખવી પડશે. સંતાન તરફથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ લાવવાનો રહેશે. આજે તમે એક પછી એક સારા મુકામ હાંસિલ કરશો, પણ તમારી કેટલીક મુશ્કેલીઓ વધી શકે છે, જે તમને આવનારા સમયમાં ચિંતા કરાવશો. મિત્રોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે કોઈ પણ અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાથી બચવું પડશે, નહીં તો પાછળથી પસ્તાવવાનો વારો આવશે. કામના સ્થળે આજે તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે. માતાના સ્વાસ્થ્યમાં આજે ચઢાવ ઉતાર જોવા મળશે.
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધાર્મિક કાર્યમાં જોડાઈને નામ કમાવવાનો રહેશે. કામના સ્થળે આજે પ્રમોશન, પગાર વધારો કે ટ્રાન્સફર વગેરે મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં વધારે મન લગાવવાની અને ધ્યાનથી આગળ વધવું પડશે. પારિવારિક જીવન સામાન્ય રહેશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થશે. દૂર રહેલાં કોઈ સંબંધિ તરફથી આજે સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય રહેશે. આજે તમને કેટલીક ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે. પરિવારમાં આજે મિત્રો સાથે કેટલોક સમય પસાર કરશો. આજે તમે કોઈ નાની યાત્રા પર જવાનું પ્લાનિંગ કરશો. કામના સ્થળે વિરોધીઓ આજે તમને પરેશાન કરશો. તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો આજે પૂરેપૂરો લાભ થઈ રહ્યો છે. ઘરે કોઈ અતિથિનું આગમન થઈ રહ્યું છે. પ્રોપર્ટીની કોઈ ડીલ આજે ફાઈનલ થઈ શકે છે.
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મૂંઝવણથી ભરપૂર રહેશે. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. નવું વાહન વગેરે ખરીદવાનો સપનું આજે પૂરું થઈ રહ્યું છે. આજે તમે દિલથી લોકોનું ભલું વિચારશો, પણ લોકો તેને તમારો સ્વાર્થ સમજી શકે છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. જીવનસાથીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થશે.
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ચઢાવ-ઉતારથી ભરપૂર રહેશે. મિત્રો સાથે મસ્તી અને આનંદમાં સમય પસાર કરશો. આર્થિક બાબતોમાં આજે તમારે સાવધાની રાખવી પડશે. આજે તમારે તમારા ડેઈલી રૂટિનમાં કોઈ પણ ફેરફાર કરવાનું ટાળવું પડશે, નહીં તો સમસ્યા થઈ શકે છે. ભાઈ-બહેન સાથે આજે સારો સમય પસાર કરશો. હરવા ફરવા દરમિયાન આજે કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે.
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ બાકી દિવસોની સરખામણીએ સારો રહેશે. કામકાજની બાબતમાં આજે તમને સારો અનુભવ થશે. જીવનસાથી સાથે સંતાનના કરિયરને લઈને કોઈ ચર્ચા વગેરે કરી શકો છો. તમારી નિર્ણય લેવાની ક્ષમતા સુધરી રહી છે. નોકરીમાં કાર્યરત લોકોને આજે ઉપરી અધિકારીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

