જાણો ૨૨/૦૮/૨૦૨૫ શુક્રવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ 

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

દર્શ અમાવસ્યા, શરદ ઋતુ પ્રારંભ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય :  ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક ૦૨ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૦૦ મિ

નવકારસી સમય (અ) ૭ ક. ૦૭ મિ. (સુ)  ૭ ક. ૦૯ મિ. (મું) ૭ ક. ૧૦ મિ.

જન્મ રાશિ : કર્ક (ડ. હ.) રાતના ૧૨ ક. ૧૭ મિ. સુધી પછી સિંહ (મ. ટ.) રાશિ આવશે.

નક્ષત્ર : આશ્લેષા ૨૪ ક. ૧૭ મિ. સુધી પછી મઘા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય- સિંહ, મંગળ- કન્યા, બુધ- કર્ક, ગુરૂ- મિથુન, કર્ક – શુક્ર, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- કર્ક રાતના ૧૨ ક. ૧૭ મિ. સુધી પછી સિંહ હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર રાહુકાળ: ૧૦.૩૦થી ૧૨.૦૦ (દ. ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧ દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક શ્રાવણ/ ૩૧ વ્રજ માસ : ભાદ્રપદ માસ- તિથિ- વાર : શ્રાવણ વદ ચૌદશ

– દર્શ અમાવસ્યા

– પિઠોરી અમાસ

– કુશગ્રહિણી અમાસ

– શરદ ઋતુ પ્રારંભ

– સા. સૂર્યકન્યામાં ૨૬.૦૫થી.

– માતૃકા દિન

– વૃષભ પૂજન

– જીવંતિકા વ્રત

મુસલમાની હિજરીસન ૧૪૪૭ સફર માસનો ૨૭મો રોજ

પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૫ ફરવરદીન માસનો ૮મો રોજ દેપઆદર

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે લાભદાયી

મેષ રાશિના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને તમારે થોડી સાવધાની રાખવી પડશે. નોકરી કરી રહેલાં લોકોને આજે કામના સ્થળે કેટલીક મહત્ત્વની જવાબદારીઓ મળી શકે છે. લવલાઈફ જીવી રહેલાં લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે, જેને કારણે પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકો માટે આ સમય પ્રમાણમાં સારો રહેશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો આ દિવસ પૈતૃક સંપત્તિને લઈને લાભદાયી રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ થોડો નબળો રહેશે. નોકરી કરી રહેલાં લોકોને આજે કામના સ્થળે વિરોધાભાસ અને મુશ્કેલીનો સામનો કરવો પડશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકોના સંબંધોમાં થોડી નોકઝોક થઈ શકે છે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. માતા-પિતા સાથેના સંબંધોમાં સુધારો આવશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસની દ્રષ્ટિએ લાભદાયી રહેશે. પૈતૃક સંપત્તિમાં ભાગ મળશે. સ્વાસ્થ્ય પર ધ્યાન નહીં આપો તો મુશ્કેલીમાં પડશો. પ્રગતિના માર્ગ ખુલી રહ્યા છે. નોકરી શોધી રહેલાં લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ રહેશે. ભાઈ-બહેન સાથેના સંબંધો વધારે ગાઢ બની રહ્યા છે. કુંવારા લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે.

કર્ક રાશિના ટેક્નોલોજી સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ પારાવાર લાભ કરાવનારો રહેશે. આજે વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખો. આજે માતાનું ખાસ ધ્યાન રાખો. કર્ક રાશિના જાતકો આજે ઓફિસમાં પોતાના વિચારો વ્યક્ત કરતાં પહેલાં વિચારો, નહીં તો મુશ્કેલી વધશે. આજે તમે ઘરની સાફ-સફાઈ કે રિનોવેશનની યોજના બનાવી શકો છો કોઈ મહત્ત્વની વ્યક્તિ સાથે મુલાકાત થશે. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસની દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમને પગ કે આંખો સંબંધિત કોઈ સમસ્યા સતાવી શકે છે. સરકારી નોકરી કરી રહેલાં લોકોને આજે પ્રમોશન કે પગાર વધારો થવાની શક્યતા છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકોના આજે પાર્ટનર સાથે વાદ-વિવાદ થઈ શકે છે. આજે ઘર-પરિવારમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. આજે તમારે કોઈ મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ધનલાભની વિવિધ તક લઈને આવી રહ્યો છે. આજે તમારી તમામ યોજનાઓ સફળ થઈ રહી છે. કન્યા રાશિના જાતકોની શારીરિક સમસ્યા થઈ રહી છે, પડવાને કારણે ઈજા પહોંચી શકે છે. નોકરી કરી રહેલાં લોકોને આજે મનવાંછિત ફળ આપનારો રહેશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની આગમન થઈ શકે છે. આજે પરિવારને તમે કોઈ પણ મુસીબતમાંથી ઉગારી લેશો. કોઈ જગ્યાએ પ્રવાસ પર જવાની યોજના બનાવશો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યાવસાયિક યોજનામાંથી ધનલાભ કરાવનારો રહેશે. આ રાશિના જાતકોએ આજે પોતાના સ્વાસ્થ્યને લઈને ખાસ ધ્યાન રાખવાનો રહેશે. કિડની કે સ્કીન સંબંધિત સમસ્યાથી પરેશાન રહેશો. વિદ્યાર્થીઓને આજે અભ્યાસમાં સફળતા મળી રહી છે. બીજી જગ્યાએ નોકરી શોધી રહેલાં લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સાસરિયાઓ સાથે વાત કરતાં પહેલાં ખૂબ જ સાવધાની રાખીએ. કોઈ જગ્યાએ લોન માટે અરજી કરી હશે તો તે પણ સરળતાથી મળશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસમાં લાભ કરાવનારો રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લાભદાયી રહેશે. પરંતુ તમારે વધારે પડતાં આત્મવિશ્વાસથી બચવાનો રહેશે, નહીં તો મુશ્કેલીમાં પડશો. આજે ઓફિસનો માહોલ એકદમ ખુશનુમા રહેશે અને કામમાં પણ તમારું મન લાગશે. જીવનસાથી સાથે વાદ-વિવાદમાં પડવાથી બચો. ધાર્મિક કાર્યમાં તમારો રસ વધી રહ્યો છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય અને પૈતૃક સંપત્તિથી લાભ કરાવનારો રહેશે. આજે તમારી કામની વ્યસ્તતા તમારા માટે મુશ્કેલી અને સમસ્યાઓ ઊભી કરશે. નોકરી શોધી રહેલાં લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વિદ્યાર્થીઓને આજે પરિક્ષામાં ધાર્યા પરિણામ મળશે. આજે તમે કામને કારણે જીવનસાથીને ઈગ્નોર કરશો, પરંતુ એને કારણે તમારા મતભેદ થશે. પરિવાર અને સંતાનને સમય નહીં આપો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસ માટે અનુકૂળ રહેશે, આજે કોઈ મોટી ડિલ ફાઈનલ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખો. આજે શૈક્ષણિક કે શેરબજાર સાથે સંકળાયેલા લોકોએ મગજને ખુલ્લુ રાખીને કામ કરવું પડશે. લવલાઈફ કે વૈવાહિક જીવનમાં જો કોઈ તણાવ હશે તો આજે એનો પણ ઉકેલ આવી રહ્યો છે. આજે તમે પરિવારની ભાવનાઓને ઠેસ પહોંચાડે એવું કોઈ કામ કરશો નહીં. ધનહાનિના યોગ બની રહ્યા છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કળા, મનોરંજન સાથે સંકળાઈને નામ કમાવવાનો રહેશે. આજે તમારી માનસિક સમસ્યા વધી શકે છે. કામના સ્થળે આજે તમારા કામની પ્રશંસા કરવામાં આવશે અને એની સાથે સાથે તમને નવી તક પણ મળશે. દાંપત્યજીવન સુખદ રહેશે. પારિવારિક માહોલ થોડો તાણથી ભરપૂર રહેશે. આજે તમે તમારી કોઈ પૈતૃક સંપત્તિ વેચવા માટે કાઢશો. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આંશિક લાભ લઈને આવી રહ્યો છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સામાન્ય રહેશે. કામમાં આજે તમે સ્ફૂર્તિ દેખાડશો. અભ્યાસ અને કરિયરમાં આજે તમને સફળતા મળશે. વિના કારણ ક્રોધ કરવાથી બચો, નહીં તો મુશ્કેલીમાં ફસાઈ જશો. લવલાઈફ જીવી રહેલાં લોકો આજે પોતાના પાર્ટનર સાથે આનંદમાં સમય પસાર કરશે. વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. પરિવારના સભ્યો સાથે મતભેદ થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *